બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Shivam Dubey gives away 34 runs in a single over against new Zealand breaks this undesirable record
Shalin
Last Updated: 07:59 PM, 2 February 2020
ADVERTISEMENT
બીજી સૌથી મોંઘી ઓવર નાખી
ADVERTISEMENT
ટી 20 આંતરરાષ્ટ્રીયમાં આ બીજી સૌથી મોંઘી ઓવર છે. સૌથી મોંઘી ઓવરનો રેકોર્ડ સ્ટુઅર્ટ બ્રોડના નામે છે, જેમાં એક ઓવરમાં ભારતીય સ્ટાર ખેલાડી યુવરાજસિંહે 2007 ના ટી -20 વર્લ્ડ કપમાં છ સિક્સર ફટકારી હતી.
ભારત તરફથી સૌથી મોંઘી ઓવરનો રેકોર્ડ દુબેના નામે નોંધાયો છે. તેણે સ્ટુઅર્ટ બિન્નીનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 2016 માં વેસ્ટ ઇન્ડીઝ સામે એક ઓવરમાં 32 રન આપી દીધા હતા.
આમ છતાં ભારત વિજયી
ભારતીય ટીમ કોઈ એક ઓવરમાં 30 થી વધુ રન ગુમાવ્યા હોવા છતાં વિજય નોંધાવનારી પહેલી ટીમ બની છે. એટલું જ નહીં, તે પાંચ મેચની શ્રેણીમાં ક્લિન સ્વીપ કરનારી પ્રથમ ટીમ પણ બની છે.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે દસમી દ્વિપક્ષીય ટી -20 શ્રેણી જીતી છે જે એક રેકોર્ડ છે. ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકા નવ વખત શ્રેણી જીતી ચુક્યું છે. ઘરની ધરતી પર ટી 20 માં ન્યૂઝીલેન્ડની આ 23મી હાર છે. આ સાથે જ તેઓ તેમના હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ મેચ હારી ગયેલી ટીમોમાં શ્રીલંકાના સ્તરે પહોંચી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.