સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ-એનસીપી કેમ્પમાં ખલબલી
શિવસેના એકનાથ શિંદેની મુખ્ય માગને વશ થતી હોવાનું લાગી રહ્યું છે. એકનાથ શિંદેની મુખ્ય માગ જ એવી છે કે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથેના ગઠબંધનમાંથી બહાર નીકળી જાય અને ભાજપ સાથે મળીને સરકાર બનાવે. હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે આ મુજબની મોટી જાહેરાત કરી દીધી છે.
Shiv Sena ready to walk out of MVA govt in Maharashtra, but party rebels should return to Mumbai (from Guwahati) in 24 hours: MP Sanjay Raut
ધારાસભ્યોની ઈચ્છા હોય તો ગઠબંધન તોડવા તૈયાર-સંજય રાઉત
રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, શિવસેના ધારાસભ્યો ઈચ્છે તો મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનથી અલગ થવા તૈયાર છે. સંજય રાઉતે કહ્યું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી સંદેશ ન મોકલવો જોઈએ. તેઓએ મુંબઈ પાછા આવીને વાત કરવી જોઈએ, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે અમે એમવીએ ગઠબંધનમાંથી બહાર આવીએ તો આના પર પણ વાતચીત થશે. પરંતુ તેઓએ આવીને મુખ્યમંત્રી સાથે વાત કરવી પડશે.
સંજય રાઉતે કહ્યું કે જો એકનાથ શિંદે સાથે હાજર તમામ ધારાસભ્યોને લાગે છે કે તેમને એનસીપી અને કોંગ્રેસ સાથે રહેવાની જરૂર નથી તો તમારે અહીં મુંબઈ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. અમે સત્તા છોડવા તૈયાર છીએ. રાઉતે કહ્યું, "હું એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને આગામી 24 કલાક માટે 24 કલાકનો સમય આપું છું.
MLAs should not communicate from Guwahati, they should come back to Mumbai and discuss all this with CM. We are ready to consider exiting out of MVA if this is the will of all MLAs, but for that, they have to come here & discuss it with the CM: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/295dmSFsjy
સંજય રાઉતે એવું કહ્યું કે શિવસેના MVA ગઠબંધનમાંથી બહાર નીકળી જવા તૈયાર છે પરંતુ પાર્ટીના બળવાખોર ધારાસભ્યોએ 24 કલાકની અંદર મુંબઈ પાછા આવતું રહેવું જોઈએ.
Mumbai: Congress calls meeting of its leaders at Sahyadri guest house at 4pm, today, after Shiv Sena leader Sanjay Raut said of mulling exiting MVA, if all party MLAs want that
Senior Congress leaders incl HK Patil, Balasaheb Thorat, Nana Patole & Ashok Chavan to attend meeting
સંજય રાઉતની જાહેરાત બાદ કોંગ્રેસ-એનસીપીમાં ખલબલી
કોંગ્રેસ અને એનસીપી સાથેના ગઠબંધન તોડી નાખવાના સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ અને એનસીપી કેમ્પમાં ખલબલી મચી છે. કોંગ્રેસે ગુરુવારે સાંજના 5 વાગ્યે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. એનસીપી પણ આ માર્ગે ચાલી શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતાઓ એચકે પાટીલ, બાલાસાહેબ થોરાટ અને નાના પટોલ અને અશોક ચવાણ સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહેશે.
We're with them (Shiv Sena) to stop BJP from coming to power. This game is happening due to ED...Congress is ready for Floor test. We're with MVA & will remain. If they(Shiv Sena)want to form an alliance with anyone, we don't have a problem: Maharashtra Congress chief Nana Patole pic.twitter.com/xE7MvuL5L8
શિવસેના બીજા કોઈની સાથે ગઠબંધન કરે તો વાંધો નથી- કોંગ્રેસ નેતા નાના પટોલે
સંજય રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે ભાજપની સત્તામાંથી દૂર રાખવા શિવસેના સાથે છીએ. ઈડીને કારણે આ રમત રમાઈ રહી છે. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ આપવા પણ તૈયાર છે. અમે ગઠબંધનમાં જ છીએ. જો શિવસેનાને બીજા કોઈની સાથે ગઠબંધન કરવું હોય તો અમને કંઈ વાંધો નથી.