શિવરાત્રી હવે નજીક જ છે ત્યારે જે લોકોની હથેળીમાં ચંદ્રનો પર્વત હોય તેવા લોકોને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શિવજી આ લોકો પર જલ્દીથાય છે પ્રસન્ન
હથેળીમાં ચંદ્રનો પર્વત હોવુ શુભ
શિવ ઉપાસક હોય છે ચંદ્ર પર્વત ધરાવનારા
હથેળીમાં વિવિધ પ્રકારની રેખાઓ જોવા મળે છે અને તે દરેક રેખાનું એક વિશેષ મહત્વ હોય છે. ત્યારે હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીમાં ચંદ્ર પર્વત જોવા મળે છે જે મનનો કારક ગણાય છે. ચંદ્ર પર્વત પરથી વ્યક્તિની મનની સ્થિતિ એટલે કે માનસિક સ્થિતિ જાણવા મળે છે. આ ઉપરાંત તેની મનુષ્યની કલ્પના શક્તિ પણ પ્રગટ થાય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જાણો હથેળીનો ચંદ્ર પર્વત જીવન પર કેવી અસર કરે છે.
આવા લોકો પર રહે છે ભગવાન શિવની કૃપા
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથમાં ચંદ્ર પર્વત મનનો કારક છે. મનની એકાગ્રતા અને વ્યસન અંગે પણ ચંદ્ર પર્વત પરથી જાણી શકાય છે. હથેળીમાં ચંદ્રનો પર્વત
સ્પષ્ટ દેખાતો હોય તો તે શુભ ફળ આપે છે. બીજી તરફ જોતે વધારે જ પડતો સ્પષ્ટ હોય તો તે અશુભ ફળ આપે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર સામાન્ય સ્થિતિમાં ચંદ્ર પર્વતને શુભ ફળ આપે છે જ્યારે દટાયેલો ચંદ્ર પર્વત અશુભ માનવામાં આવે છે.
ચ્ંદ્ર પર્વત કેવો હોવો જોઇએ ?
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો ચંદ્ર પર્વત મજબૂત હોય તો મન શાંત રહે છે. વળી, આવા લોકોની વિચારશક્તિ પણ ઘણી સારી હોય છે આ ઉપરાંત આવા લોકો
ફિલોસોફર પણ હોય છે. તેમજ જે લોકોનો ચંદ્ર ઘણો સારો હોય છે તેઓને કોઈપણ ઘટનાનો પૂર્વ અંદાજો આવી જાય છે.
હથેળીનો ચંદ્ર પર્વત સારો હોય તે વ્યક્તિ પોતાના કામમાં કેન્દ્રિત રહે છે. આવા લોકોનો જ તેમની માતા સાથે સારો સંબંધ હોય છે. આ સિવાય આવા લોકો કોઈપણ પ્રકારના વ્યસનોમાં પડતા નથી. જો ચંદ્ર ખૂબ જ ઉચ્ચ સ્થિતિમાં હોય તો મનમાં ઘણા બધા વિચારો આવતા રહે છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, આધ્યાત્મિક પ્રગતિ માટે પણ ચંદ્રમા સારો હોવો જરુરી છે. જે લોકોની હથેળીમાં ચંદ્ર સારો હોય તેઓ ભગવાન શિવના ઉપાસક હોય છે તેમજ આવા લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે.