બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / સ્પોર્ટસ / BCCIનો મોટો નિર્ણય, રાજકોટના દિગ્ગજ ખેલાડીને જાહેર કર્યાં નવા બેટિંગ કોચ
Last Updated: 05:59 PM, 16 January 2025
ટીમ ઈન્ડીયા ભારતમાં જ ઈંગ્લેન્ડ સામે બે સીરિઝ રમી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ 22 જાન્યુઆરીથી પાંચ ટી20 અને ત્યાર બાદ 3 વનડેની સીરિઝ રમવાના છે. આ માટે શુક્રવારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પહોંચશે. આ સીરિઝ પૂરી થયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થવાની છે. હવે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સૌરાષ્ટ્રના ખેલાડી સિતાશું કોટકની બેટિંગ કોચ તરીકે નિયુક્તી કરી છે. કોટક હવે ટીમ ઈન્ડીયાના બેટર્સને તાલીમ આપશે. સિતાશું કોટક મૂળ રાજકોટના છે. તેઓ હવે ટીમ ઈન્ડીયના બેટર્સને પાઠ ભણાવશે.
ADVERTISEMENT
Shitanshu Kotak to join Team India as assistant batting coach: BCCI Source
— ANI Digital (@ani_digital) January 16, 2025
Read @ANI Story | https://t.co/AMscjkpdWb#ShitanshuKotak #TeamIndia #BCCI pic.twitter.com/NXFNSbyWeV
2023માં બન્યાં હતા મુખ્ય કોચ
ADVERTISEMENT
સિતાંશુએ 2023માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા ત્યારે તેમણે આ જવાબદારી લીધી હતી.
Former Saurashtra first class cricketer with over 8000 runs and whole lot of experience in coaching as he led Saurashtra to their
— Anupam Mishra (@gullycricketerr) January 16, 2025
Title triumph in 2020 Ranji season and also head coach of India A team Shitanshu Kotak might be appointed as batting coach https://t.co/7E4OddovJ7
કેવું રહ્યું સિતાશુનું ક્રિકેટ કરિયર
સિતાંશુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 130 મેચ રમી છે. જેમાં તેણે 41.76ની એવરેજથી 8061 રન બનાવ્યા છે. સિતાંશુની આ 130 મેચોની 211 ઈનિંગ્સમાં 15 સદી અને 55 અડધી સદી સામેલ છે. તેણે 89 મેચમાં 54 વિકેટ પણ લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.