નિવેદન / જિયોનું ઉદાહરણ આપતા હરસિમરત કૌરે કહ્યું શરુઆતમાં જિયોએ ફ્રી કોલ્સ આપ્યા પછી રેટ વધાર્યા, કૃષિ બિલ પણ...

shiromani akali dal leader harsimrat kaur protesting against centres farm bills compare the opportunity with mukesh ambani...

કેન્દ્ર સરકાર તરફથી કૃષિ વિધેયકના વિરોધમાં મંત્રી પદ છોડનાર શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું છે કે ખેડૂતોની ચિંતા છે કે આવનાર દિવસોમાં નવા કાયદાના કારણે ખાનગી કંપનીઓ કૃષિ સેક્ટરને કંન્ટ્રોલ કરશે. જેના કારણે નુકસાન થઈ શકે છે. હરસિમરત કૌરે જણાવ્યું કે તેમણે બિલને લઈને ખેડૂતો સાથે વાત કરી છે. એક ગ્રામીણ ખેડૂતે કરેલી વાતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં મુકેશ અંબાણીની કંપની જિયો આવવાની સરખામણી કૃષિ સેક્ટરમાં ખાનગી કંપનીઓ આવવા સાથે કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ