ભાવનગર / રૂપિયો ગગડતા અલંગના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીમાં ફસાયો, જહાજો ભાંગવા પાકિસ્તાન તરફ ચાલ્યા

Ship breaking business at Alang slowdown bhavnagar Gujarat

ડોલરના ભાવ સામે રૂપિયો ગગડી જતા તેની સિદ્ધિ અસર ભાવનગર સ્થિત અલંગના શિપ બ્રેકીંગ ઉદ્યોગને થવા પામી છે. આ ઉદ્યોગ હાલ મંદીમાં ફસાયો છે. તો બીજી બાજુ ઇન્ડિયન કોમોડિટીઝ એક્ષચેન્જમાં થયેલી ઉથલ પાથલ અને ગુજરાતમાં બાંધકામના ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અલંગમાં ભાંગવા આવતા શિપમાંથી નીકળતી પ્લેટના ભાવમાં ટન દીઠ 7000નો ઘટાડો થયો છે. તેની અસર પ્લેટમાંથી સળિયા બનાવતી રોલિંગ મિલો તેમજ ફર્નેશ મિલોને પણ થવા પામી છે. 15થી વધુ રોલિંગ મિલો તેમજ 20થી વધુ ફર્નેશ મિલો પણ આજની સ્થિતિએ બંધ થવા પામી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ