બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shilpa Shetty's husband Raj Kundra used to make porn films in hotels, Mumbai police filed a charge sheet

મુશ્કેલી / હોટલોમાં પોર્ન ફિલ્મો બનાવતો હતો શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા, મુંબઈ પોલીસે દાખલ કરી ચાર્જશીટ

Vishal Khamar

Last Updated: 07:14 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની સાયબર પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ પોર્ન વીડિયો બનાવવા બદલ તેની ચાર્જશીટ દાખલ કરી છે.

  • બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો
  • રાજ કુન્દ્રા વિરૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસે દાખલ કરી ચાર્જશીટ
  • રાજ કુન્દ્રા પર પોર્ન વિડિયો બનાવવાનો છે આરોપ

 બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. મહારાષ્ટ્રની સાયબર પોલીસે રાજ કુન્દ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. રાજ પર કેટલાક લોકો સાથે મળીને ડીલક્સ હોટલોમાં પોર્ન વિડિયો બનાવવાનો આરોપ છે, જે પૈસા કમાવવા માટે OTT પ્લેટફોર્મ પર વહેંચવામાં આવી હતી.

હોટલોમાં પોર્ન વીડિયો શૂટ કર્યો
ગયા અઠવાડિયે કોર્ટમાં દાખલ કરાયેલી સાયબર પોલીસની ચાર્જશીટ મુજબ, રાજ કુન્દ્રા સાથે શર્લિન ચોપરા, પૂનમ પાંડે, ફિલ્મ નિર્માતા મીતા ઝુનઝુનવાલા અને કેમેરામેન રાજુ દુબેએ ફાઈવ સ્ટાર હોટલમાં પોર્ન વીડિયો શૂટ કર્યા હતા.

આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો
વર્ષ 2021માં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એપ્રિલમાં તેની અલગથી ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી, સપ્ટેમ્બરમાં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી 2021 માં મડ આઇલેન્ડ બંગલામાં દરોડા પછી સામે આવી હતી. વર્ષ 2019 માં, સાયબર પોલીસે આર્મ્સપ્રાઈમ મીડિયા લિમિટેડના ડિરેક્ટર રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયો બનાવવા અને તેનું વિતરણ કરવામાં સામેલ હોવાનો દાવો કરીને કેસ નોંધ્યો હતો.

રાજ સહિત ઘણા લોકો પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા
450 પાનાની ચાર્જશીટમાં 'બનાના પ્રાઇમ OTT'ના સુવાજિત ચૌધરી, રાજ કુન્દ્રા અને તેમના સ્ટાફ મેમ્બર ઉમેશ કામત સહિત અન્ય લોકોનું નામ OTT પર પોર્ન કન્ટેન્ટ સાથે 'પ્રેમ પાગલાની' વેબ સિરીઝ બનાવવા અને અપલોડ કરવા બદલ આપવામાં આવ્યું છે. આ સિવાય પૂનમ પાંડે પર પોતાની મોબાઈલ એપ 'ધ પૂનમ પાંડે' ડેવલપ કરવાનો અને રાજ કુન્દ્રાની કંપનીની મદદથી વીડિયો શૂટ કરવાનો અને પછી તેને અપલોડ કરવાનો અને સર્ક્યુલેટ કરવાનો પણ આરોપ છે. સાયબર પોલીસના જણાવ્યા મુજબ, કેમેરામેન રાજુ દુબેએ શર્લિન ચોપરાનો વીડિયો પણ શૂટ કર્યો હતો, જ્યારે ઝુનઝુનવાલાએ શર્લિન માટે સ્ક્રિપ્ટ લખવામાં અને દિગ્દર્શિત કરવામાં મદદ કરી હોવાનો આરોપ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Crime Shilpa Shetty mumbai police porn films raj kundra પોર્ન ફિલ્મ મુંબઈ પોલીસ રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી સાયબર ક્રાઈમ Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ