ચર્ચા / રેપની ઘટનાઓ પર શિલ્પા શેટ્ટી ભડકી, PM મોદીને ટૅગ કરીને જુઓ શું લખ્યું

 Shilpa Shetty says Beti Bachao cant just be relegated to a campaign

શિલ્પા શેટ્ટીનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. દેશમાં એક પછી એક મહિલાઓ પર થતી જાતીય હિંસા અને હત્યાના કારણે બધાં જ પરેશાન છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ સંદર્ભમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. શિલ્પાએ કહ્યું છે કે, બેટી બચાવો ફક્ત એક અભિયાન સુધી મર્યાદિત રાખી શકાય નહીં, પરંતુ તેનો અમલ પણ જરૂરી છે. ઈન્સ્ટાગ્રામ પર શિલ્પાએ અનેક અહેવાલોની ઝલક શેર કરી હતી, જેમાંથી એક સમાચાર ઉન્નાવ પીડિતા વિશે છે જેને આરોપી દ્વારા નિર્દયતાથી સળગાવી દેવામાં આવી હતી, અને બીજા સમાચાર પશ્ચિમ બંગાળના માલદામાં એક મહિલા પર કથિત બળાત્કાર અને હત્યા અંગે હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ