પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઇ તે બાદથી રાજ કુન્દ્રાના કારણે તેની પત્ની શિલ્પા શેટ્ટીને જાહેરમાં હજારો સવાલ પૂછવામાં આવે છે પરંતુ હાલમાં જ એક ઇન્ટરવ્યૂંમાં શિલ્પા ભડકી ગઇ હતી.
શિલ્પા શેટ્ટી પત્રકાર પર ભડકી
રાજ વિશે સવાલ પૂછતાં થઇ ગુસ્સે
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
શિલ્પા મુશ્કેલીમાં
છેલ્લા ઘણા સમયથી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. પતિની પોર્નોગ્રાફીમાં ધરપકડ થઇ તે બાદ ઘણા સમય સુધી તે સુપર ડાન્સરના સેટ પરથી પણ ગાયબ રહી હતી. તે જાહેર જગ્યાએ જવાનું ટાળતી હતી પરંતુ થોડા સમય બાદ તે સ્વસ્થ થઇ ગઇ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ભડકી શિલ્પા
હાલમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક પ્રેસ કોન્ફરન્સમાં ગઇ હતી અને ત્યાં રિપોર્ટરે રાજ કુન્દ્રાને લઇને સવાલ કર્યો હતો. જવાબમાં શિલ્પા ભડકી ગઇ હતી અને કહેવા લાગી કે, ' શું હું રાજ કુન્દ્રા છુ? કુન્દ્રા જેવી દેખાઉ છુ? ના ના હું કોણ છું?' બાદમાં શિલ્પા હસવા લાગે છે.
પોર્નોગ્રાફી કેસમાં ગયો જેલ
બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં જેલ ગયો હતો. 62 દિવસ બાદ તે જેલમાંથી બહાર આવ્યો અને કેમેરામાં કેદ થઇ ગયો હતો. રાજની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. લોકો તેની હાલત જોઇને હેરાન રહી ગયા હતા.
રાજ કુન્દ્રાની તસવીર આવી સામે
રાજ આ તસવીરોમાં કમજોર લાગી રહ્યો છે. તેની નજરો ઝૂકેલી છે અને તેણે ઢીલા કપડાં પણ પહેર્યા છે. હાથમાં પ્લાસ્ટિકની બેગ લઇને તે મીડિયા વચ્ચે દેખાયો હતો. કપાળમાં તિલક પણ લગાવ્યું હતુ, જેને જોઇને લાગ્યું કે જેલમાંથી બહાર આવીને તેણે ભગવાનના આશીર્વાદ લીધા હતા. તે ફોટોમાં ખુબ હેરાન પરેશાન લાગી રહ્યો હતો.
શિલ્પાએ સોશ્યલ મીડિયા પર કર્યુ રિએક્ટ
શિલ્પા શેટ્ટીએ સોશ્યલ મિડીયા પર રિએક્ટ કર્યુ અને લખ્યું કે, ઇન્દ્રધનુષ તે સાબિત કરે છે કે ભયાનક તોફાન બાદ વસ્તુઓ ખુબસુરત થઇ શકે છે.
શિલ્પા માટે મુશ્કેલ રહ્યો 2 મહિનાનો સમય
દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલ સમય આવે છે અને તેમાં તે સકારાત્મક વલણ અપનાવી લે છે. આ સમયે છેલ્લા 2 મહિનાથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરાઈ હતી. આ સમયે તેમને જેલમાં બંધ કરી દેવાયા. સાથે જ શમિતા શેટ્ટી પણ તેની સાથે ન હતી. તેણે એકલીએ પોતાને અને પરિવારને સંભાળ્યો.