બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિલ્પ શાલિગ્રામ-વસ્ત્રાપુરના સિનિયર સિટિઝન ગ્રુપની અનોખી પહેલ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા પર કરી ચર્ચા

અમદાવાદ / શિલ્પ શાલિગ્રામ-વસ્ત્રાપુરના સિનિયર સિટિઝન ગ્રુપની અનોખી પહેલ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા પર કરી ચર્ચા

Last Updated: 06:04 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાપુરની શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તેને લઈ ખાસ ચર્ચાનું આયોજન કરાયું હતું.

'સેવા પરમો ધર્મ' આ વાતને ખરા અર્થમાં સાર્થક અમદાવાદના વસ્ત્રાપુરની શિલ્પ શાલિગ્રામ સોસાયટીના લોકો કરી રહ્યાં છે. જેમાં વડીલ નાગરિકો દ્વારા એક સેવાકીય કાર્ય કરીને જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તેને લઈ ખાસ ચર્ચાનું આયોજન કરાયું હતું.

AMD 1

જરૂરિયાતમંદ લોકોને કયા પ્રકારની મદદની ખરેખર જરૂર હોય છે અને જે જરૂરિયાતને પૂરવાર કરવા માટે શુ પ્રયત્નો કરી શકાય તેને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી. આ અનોખી ચર્ચામાં લોકોને મેડિકલ સેવા તેમજ અન્ય બાબતો તારવવામાં આવી હતી. જે ચર્ચામાં એવો પણ સાર નીકળ્યો હતો કે, અનેક ઘરડા લોકો પોતાના ઘરમાં એકલા રહેતા હોય છે જ્યારે તેમના દીકરા-દીકરીઓ સહિત સંપૂર્ણ કુટુંબ વિદેશમાં રહે છે જેમને મેડિકલ સહિતની બાબતમાં પૂરી પાડવા મોટી સેવા ગણાય.

AMD 4

આ પણ વાંચો: પરિવારના કેટલા સભ્યોને મળી શકે 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ? જાણો વિગતવાર

આ દરમિયાન અમદાવાદમાં વહેલી આવેલી મેઘસવારીને વધાવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે, આખું વર્ષ માનવસમુદાય માટે સુખરૂપ સંપન્ન રહે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મીડિયા વેટરન મનોજ જગ્યાસી પોતાના વકતવ્ય આપ્યું હતું. આ બેઠકનું નેતૃત્વ પ્રણવ ત્રિવેદી, જીતુભાઈ શાહ, રેશમવાળા, પારાગ ત્રિવેદી, સહિત આઈ બ્લોકના અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

AMD 3

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Senior Citizens Group Shilp Shaligram Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ