બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: શિખર ધવન ફરી કરશે લગ્ન? વિદેશી છોકરી સાથે ઈલુ ઈલુની ચર્ચા, વીડિયો જગજાહેર
Last Updated: 07:51 PM, 4 November 2024
શું શિખર ધવન ફરી પ્રેમમાં છે? શું ધવન બીજા લગ્ન કરશે? આ પ્રશ્નો એટલા માટે છે કે જે ફોટોસ બહાર આવી છે તે આ તરફ જ ઈશારો કરી રહી છે. શિખર ધવન નવી છોકરી સાથે કેમેરામાં કેદ થયા છે. તે આ મિસ્ટ્રી ગર્લ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો છે. તે છોકરી કોણ છે અને તેનો ધવન સાથે શું સંબંધ છે, જો કે આ અંગે હજુ સુધી આધિકારિક કંઈ નથી. પરંતુ, એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરના જીવનમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગબ્બરને ફરી થયો છે પ્રેમ
સોશિયલ મીડિયા પર નવી છોકરી સાથે વિડીયોમાં ધવનને બ્લ્યુ ટી-શર્ટ અને બ્લેક કાર્ગોમાં જોઈ શકાય છે. ત્યારે આ વિડીયોમાં તેની સાથે તે છોકરી પર જોઈ શકાય છે, જેને લઈને ધવન ચર્ચામાં છે. છોકરી પોતાને કેમેરાથી બચાવતી અને શરમાતી દેખાઈ રહી છે. તે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે ધવન સાથે સેમ ફ્રેમમાં તેની કોઈ ફોટો ન લે.
નવી છોકરી સાથે ધવનની ફોટો ઘણું દર્શાવી રહી છે
શિખર ધવનના ગત વર્ષે જ પોતાની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી ધવનનું નવી છોકરી સાથે દેખાવું કંઈક તો કહે છે. હવે આગામી દિવસોમાં ધવનનો આ નવો સંબંધ શું વળાંક લે છે તે ખૂબ રસપ્રદ રહેશે.
આ પણ વાંચોઃ IPL 2025: કોણ છે IPLનો આ ખેલાડી, જે એક સમયે 20 લાખમાં રમ્યો હતો, અને હવે માત્ર આટલાં કરોડ
શિખર ધવને આ વર્ષે લીધો ક્રિકેટથી સન્યાસ
ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના ક્રિકેટ કરિયર વિશે વાત કરીએ તો તેને આ વર્ષે ઓગસ્ટમાં જ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ધવને પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 269 મેચ રમી, જેમાં તેને 10867 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 24 સદી અને 44 અડધી સદી ફટકારી છે. ભારત માટે ધવને 2015 વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યા હતા. તેને સરેરાશ 51.50 સાથે 8 મેચમાં 412 રન ફટકાર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે ટૂર્નામેન્ટ
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટું અપડેટ, પાકિસ્તાનની નહીં ચાલે મનમાની, BCCIએ લીધો આકરો નિર્ણય!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.