સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (PBKS vs SRH) વચ્ચેની મેચમાં ભુવનેશ્વર કુમારની પહેલી જ ઓવરમાં બોલ ઓપનર શિખર ધવનનાં પ્રાઇવેટ પાર્ટ પર જઈને વાગ્યો હતો. બેટ્સમેન બે મિનિટ માટે તો જમીન પર સૂઈ રહ્યો હતો.
IPL માં શિખર ધવન સાથે બની પીડાદાયક ઘટના
હૈદરાબાદ સામેની મેચમાં પ્રાઇવેટ પરત પર વાગ્યો બોલ
10 મિનિટ માટે રોકવી પડી રમત
ક્રિકેટના મેદાનમાં ઘણી વખત એવું બને છે કે રમત દરમિયાન કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય છે. આવું જ કંઈક રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (PBKS vs SRH) વચ્ચે રમાયેલી મેચમાં થયું જ્યારે મેચમાં પહેલીવાર પંજાબની કેપ્ટનશીપ કરી રહેલા કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો. જેના કારણે તે મેચમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.
રવિવારે રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને પહેલી જ ઓવરમાં બોલ શિખર ધવનના પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો હતો. જેના કારણે તે જમીન પર સૂઈ ગયો અને દર્દથી પીડાતો જોવા મળ્યો હતો.
કેવી રીતે બની આ ઘટના
સનરાઇઝર્સ હૈદરાબાદના સિનિયર બોલર ભુવનેશ્વર કુમાર પંજાબ કિંગ્સ સામે પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. આ દરમિયાન શિખર ધવને ચોથા બોલ પર ફ્લિપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની અંદરની કિનારી સાથે અથડાતાં તેના પ્રાઈવેટ પાર્ટમાં અથડાયો. જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં દેખાયો અને મેદાન પર જ સૂઈ ગયો હતો.
પછી સારું પરફોર્મ ન કરી શક્યો
આ પછી ફિઝિયોએ આવીને તેની તપાસ કરી અને 10 મિનિટ માટે રમત રોકવી પડી. પરંતુ તે પછી ધવન ફરી મેદાનમાં આવ્યો પરંતુ વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો અને ત્રીજી ઓવરના ચોથા બોલ પર ભુવનેશ્વરના હાથે જ આઉટ થયો હતો. આ દરમિયાન શિખર ધવને 11 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 8 રન બનાવ્યા હતા.
IPLમાં ભુવનેશ્વરની 150 વિકેટ પૂરી
સનરાઈઝર્સ હૈદરાબાદનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે રવિવારે IPLમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. ભુવનેશ્વર IPLમાં 150 વિકેટ લેનાર પહેલા ભારતીય બોલર બની ગયા છે. 150 વિકેટ લેનાર અન્ય બે ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો છે.
ભુવનેશ્વર કુમાર IPLમાં 150 વિકેટનાં આંકડા સુધી પહોંચનાર ઓવરઓલ સાતમાં બોલર બની ગયા છે. હરભજન સિંહ, પીયૂષ ચાવલા અને અમિત મિશ્રા અન્ય ત્રણ ભારતીય બોલર છે, જેમણે 150 IPL વિકેટ લીધી છે.
રાજસ્થાન રોયલ્સનાં સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આ સિદ્ધિની ખૂબ જ નજીક છે. રાજસ્થાન રોયલ્સનાં સ્પિનર અશ્વિનએ અત્યાર સુધીમાં 167 IPL મેચમાં 145 વિકેટ લીધી છે.