રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી હાલમાં ખુબ ચર્ચામાં છે પરંતુ અભિનેત્રી શર્લિન ચોપરાએ શિલ્પાને લઇને એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
શર્લિન ચોપરાની થઇ પૂછપરછ
શિલ્પાને પસંદ આવતા હતા વીડિયો
સ્કેન્ડલમાં ફસાઇ જઇશ ખબર નહોતી
શર્લિનની થઇ પૂછપરછ
શર્લિન ચોપરાને પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી. જેમાં શર્લિન ચોપરાએ ઘણા ખુલાસા કર્યા છે. આ પૂછપરછ 8 કલાક ચાલી હતી. રાજ કુન્દ્રા સાથે શર્લિન કામ કરતી હતી તેવું તેણે જણાવ્યું છે.
રાજ શર્લિનનો મેન્ટર
એક ઇન્ટરવ્યૂમાં શર્લિને કહ્યું કે રાજ કુન્દ્રાએ તેને કહ્યું હતું કે શિલ્પાને તેના વીડિયો પસંદ આવી રહ્યાં છે શર્લિને કહ્યું કે રાજ તેનો મેન્ટર હતો અને તે જે શૂટ કરી રહી હતી તે ગ્લેમર માટે હતું.
શિલ્પાને પસંદ આવ્યા વીડિયો
શર્લિને આરોપ લગાવ્યો કે રાજ તેને હંમેશા એવું કહેતો રહેતો હતો કે શિલ્પાને તેના વીડિયો અને ફોટો પસંદ આવી રહ્યાં છે. રાજે તેને વિશ્વાસ અપાવતો હતો કે બધા જ લોકો સેમી ન્યૂડ અને પોર્ન કેઝ્યુઅલ છે દરેક વ્યક્તિ કરે છે તો તારે પણ કરવા જોઇએ.
ફસાઇ જઇશ એવી ખબર નહોતી
શર્લિને આગળ કહ્યું કે, મને
ખબર જ નહોતી કે ક્યાંથી શરૂ કરવાનું છે. મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે આ પ્રકારના સ્કેન્ડલમાં ફસાઇ જઇશ. મારી લાઇફ બદલાઇ જશે અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસે આવા કામ કરાવશે.
રાજના કારણે શિલ્પા પર ઉઠી આંગળીઓ
રાજ કુન્દ્રા કોન્ટ્રોવર્સી બાદથી શિલ્પાનું નામ પણ વારંવાર ચર્ચામાં આવે છે અને લોકો અટકળો લગાવી રહ્યાં છે કે શિલ્પા શેટ્ટીની ખુરશી હવે ખતરામાં છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી શિલ્પા સુપર ડાન્સરના સેટ પરથી ગાયબ છે. શિલ્પાની ખાલી રહેલી ખુરશી વધુ ખાલી ન રહે તે માટે મેકર્સ લોકોને અપ્રોચ કરી રહ્યાં છે. ગયા અઠવાડીયે રિતેશ અને જેનેલિયા ગેસ્ટ તરીકે શોમાં આવ્યા હતા.
સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ
આવતા અઠવાડીયે સંગીતા બિજલાણી અને જેકી શ્રોફ સુપર ડાન્સરનો હિસ્સો બનવાના છે. આ પહેલા પણ જેકી સુપર ડાન્સર શોનો હિસ્સો બની ચૂક્યા છે. સંગીતા બિજલાણી એક મોડલ અને એેક્ટ્રેસ છે. બંનેએ ત્રિદેવ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી છે. તે સિવાય સંગીતા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ રહી ચૂકી છે.