બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ઘર સળગાવી શકો છો, પણ ઈતિહાસને ભૂંસી નથી શકાતો', બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને કરી ભાવુક અપીલ
Last Updated: 12:12 PM, 6 February 2025
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરતી નથી. બુધવારે મોડી રાત્રે વિરોધીઓ દ્વારા દેશના સ્થાપક શેખ મુજીબુરહમાનના ઐતિહાસિક નિવાસસ્થાનને બાળી નાખવામાં આવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા, પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ પાકિસ્તાની સેનાનો હવાલો આપ્યો છે. બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન અને શેખ મુજીબુર રહેમાનના પુત્રી શેખ હસીનાએ કહ્યું કે ઢાકામાં ધનમોન્ડી 32 નંબરનું ઘર આપણા રાષ્ટ્રના સ્થાપક પિતાનું પ્રતીક હતું. આ નિવાસસ્થાનથી જ શેખ મુજીબુરહમાને સ્વતંત્રતાનું રણશિંગું વગાડ્યું હતું.
ADVERTISEMENT
આવું તો પાકિસ્તાની સેનાએ પણ નહોતું કર્યુઃ શેખ હસીના
પીએમ શેખ હસીનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ તેમની (શેખ મુજીબુરહમાનની) આ ઘરમાંથી ધરપકડ કરી હતી. પરંતુ પાકિસ્તાની સેનાએ ન તો આ ઘર તોડી પાડ્યું કે ન તો તેને આગ લગાવી હતી, તેને સ્પર્શ પણ નહોતો થયો. જ્યારે શેખ મુજીબુરહમાન બાંગ્લાદેશ પાછા ફર્યા, ત્યારે તેમણે આ ઘરથી દેશનો પાયો નાખ્યો. શેખ હસીનાએ કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ ન તો રાષ્ટ્રપતિ મહેલમાં ગયા કે ન તો પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં રહ્યા. આખા પરિવાર સાથે આ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફેસબુક લાઈવ દ્વારા સંબોધન
તમને જણાવી દઈએ કે આ પહેલા ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી રિપોર્ટર્સને સંબોધિત કરતી વખતે શેખ હસીનાએ કહ્યું હતું કે જો આ હુમલાઓ છતાં અલ્લાહે મને જીવિત રાખી છે, તો કંઈક કામ કરવું પડશે. જો આવું ન હોત તો હું મૃત્યુને આટલી વાર કેવી રીતે હરાવી શકી હોત? શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે છે. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.
ઘરને કેમ આગ લગાવવામાં આવી?
પોતાના સંબોધનમાં તેમણે પોતાના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે ઘરને કેમ આગ લગાવવામાં આવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ નથી કર્યું? આટલું બધુ અપમાન શા માટે? આ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા હસીનાએ કહ્યું કે મારી અને મારી બહેનની જે પણ યાદો બાકી હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. ઘરો બાળી શકાય છે પણ ઇતિહાસ ભૂંસી શકાતો નથી.
તમને જણાવી દઈએ કે બુધવારે મધ્યરાત્રિએ બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ધનમોન્ડી-32 ખાતેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી. તેમનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.
પોતાના સંબોધનમાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે એ લોકોમાં એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનના ભોગે પ્રાપ્ત કરેલી આઝાદીને નષ્ટ કરી શકે. તેઓ ઘર તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં. તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ પોતાનો બદલો લે છે. બુલડોઝરથી ઇતિહાસ ભૂંસી શકાતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.