shaurya chakra awardee balwinder singh sandhu who fought militancy in punjab shot
હત્યા /
શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદરની તરન તારનમાં ગોળી મારી હત્યા, પત્નીએ આતંકવાદીઓ પર શંકા વ્યક્ત કરી
Team VTV08:46 AM, 17 Oct 20
| Updated: 10:08 AM, 17 Oct 20
પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ સામે બાથ ભીડી ચૂકેલા શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સિંહ સંધૂની રાજ્યના તારન જિલ્લામાં શુક્રવારે 2 અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી . સરકારે થોડાક સમય પહેલા તેમની સુરક્ષા પાછી લઈ લીધી હતી.
62 વર્ષીય સંઘૂને 2 અજ્ઞાત લોકોએ 4 ગોળી મારી
હુમલાખોરો હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા
સંઘૂ અનેક વર્ષો રાજ્યમાં આતંકવાદની વિરુદ્ધ લડ્યા હતા
પોલીસે જણાવ્યું કે બાઈક સવાર હુમલાખોરોએ 62 વર્ષીય સંઘૂને એવા સમયે 4 ગોળી મારી જ્યારે તે જિલ્લામાં ભીખીવિંડ ગામમાં સ્થિત પોતાના ઘરની નજીક ઓફિસમાં હતા. હુમલાખોરો હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. સંઘૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સંઘૂ અનેક વર્ષો રાજ્યમાં આતંકવાદની વિરુદ્ધ લડ્યા હતા અને પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ જ્યારે ચરમ સીમાએ હતો ત્યારે તેમના પર અનેકવાર હુમલો કરવામાં આવ્યો હતો. બલવિંદરના ભાઈ રંજીતે કહ્યું કે તરન તારન પોલીસના કહેવાથી રાજ્ય સરકારે 1 વર્ષ પહેલા સંઘૂની સુરક્ષા પાછી લઈ લીધી હતી. તેમણે કહ્યું કે તેમનો આખો પરિવાર આતંકવાદીઓના નિશાના પર છે.
બલવિંદરના પત્ની જગદીશ કૌરે જણાવ્યું કે આતંકવાદીઓનું કામ છે. તેમણે કહ્યું તે તેમના પરિવારની કોઈની પણ સાથે દુશ્મની નથી. પરિવાર હંમેશા આતંકવાદીઓની વિરુદ્ધ લડ્યો છે. આતંકીઓએ મારા પરિવાર પર 62માં હુમલો કર્યો હતો. અમે ડીજીપી દિનકર ગુપ્તા પાસે સુરક્ષાની વિનંતી કરી હતી. પણ તમામ વિનંતી બેકાર ગઈ.
પંજાબના સીએમ અમરિંદર સિંહે સંધૂની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમની હત્યાની તપાસ માટે ફિરોજપુરના ઉપ મહાનિરીક્ષકની નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. તેણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ગુનેગારોને છોડવામા નહીં આવે.
ડીજીપીએ જણાવ્યું કે ત્યાના સીસીટીવીમાં જોવા મળ્યું કે અજ્ઞાત હુમલાખોરો સંઘૂના મકાન પર પહોંચ્યા અને તેના પરિસરમાં ઘૂસી બહું નજીકથી ગોળી ચલાવી હતી.
કેન્દ્ર સરકારે 1993માં સંધૂને શૌર્યચક્રથી સન્માનિત કર્યા હતા. તેમને આપવામાં આવેલા શૌર્ય ચક્રના પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે બલવિંદર સિંહ સંઘૂ અને તેમના ભાઈ રંજીતસિંહ સંઘૂ આંતકવાદી ગતિવિધિઓના વિરોધ મા રહ્યા. તે આંતવાદીઓના નિસાના પર હતા. આંતકીઓએ 11 મહિનામાં 16 વખત બલવિંદરના પરિવારને મારવાના પ્રયાસ કર્યા હતા.
તેમા લખ્યું છે કે આતંકીઓએ તેમન પર 10થી લઈને 200 ના સમૂહોએ હુમલો કર્યો હતો પરંતુ દરેકવાર તે અને તેમનો પરિવાર બચવામાં સફળ રહ્યો. 31 જાન્યુઆીરી 1990માં 200 આતંકીઓએ ઘરને ઘેરી રોકેટ લોન્ચરથી પણ તેમના ઘર પર હુમલો કરાયો હતો. તેમના ઘર સુધી પોલીસ મદદ માટે ન પહોંચે તે માટે વિસ્ફોટક સામગ્રીની સુરંગ બનાવી દીધી આતંકીઓએ. પણ બંધુ ભાઈઓ અને તેમની પત્નીઓએ પિસ્તોલ અને સ્ટેનગનોથી તેમનો સામનો કર્યો હતો. જે તેમને સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ રીતે અનેક વાર પરિવારે આતંકીઓને નિષ્ફળ બનાવ્યા હતા.