ભારતીય પાર્ટીથી કોંગ્રેસમાં શામેલ થયેલ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હાએ સમાજવાદી પાર્ટીનો હાથ ઝાલી લીધો છે. તેઓએ સમાજવાદી પાર્ટીનાં મુખિયા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સાથે મુલાકાત કરી અને ઔપચારિક રૂપથી પાર્ટીની સભ્યતા ગ્રહણ કરી.
आज लखनऊ में सांसद श्रीमती डिम्पल यादव जी की उपस्थिति में श्रीमती पूनम सिन्हा जी ने समाजवादी पार्टी की सदस्यता ग्रहण की। pic.twitter.com/AdjeuaYBc3
તે લખનઉથી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર રહેશે અને 18 એપ્રિલનાં રોજ ઉમેદવારી નોંધાવશે. જો કે, આ પહેલાં પૂનમ સિન્હાને જેડીયૂ ટિકિટ પર બિહારથી ચૂંટણી લડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ આજે તેઓએ લખનઉમાં સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી.
આપને જણાવી દઇએ કે લખનઉ સીટ પર 6 મેંનાં રોજ મતદાન થશે. બીજેપીનો ગઢ કહેવાતી આ સીટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉમેદવાર છે. તેઓએ મંગળવારનાં રોજ રોડ શો કર્યા બાદ ઉમેદવારી દાખલ કરી છે.
કોણ છે પૂનમ સિન્હા?
શત્રુઘ્ન સિન્હાની પત્ની એટલે કે પૂનમ સિન્હા સામાન્ય રીતે બોલીવુડની લાઇમલાઇટથી દૂર રહે છે. 65 વર્ષની પૂનમ સિન્હા શરૂઆતનાં દોરમાં કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દેખાડી હતી પરંતુ વર્ષ 1980માં શત્રુઘ્ન સિન્હા સાથે લગ્ન કર્યા બાદ તેઓએ પડદા પર આવવાંને લઇને નિવૃત્તિ લઇ લીધી હતી.