shatrughan sinha praised modi and shah on the victory in lok sabha elections
વખાણ /
ભાજપની પ્રચંડ જીત બાદ શત્રુઘ્ન સિંહાના બદલાયા સૂર, મોદી-શાહ માટે કહી આ વાત
Team VTV10:41 PM, 25 May 19
| Updated: 10:46 PM, 25 May 19
લોકસભામાં ભાજપની પ્રચંડ બહુમતી બાદ મોદી-શાહના પ્રખર આલોચક શત્રુઘ્ન સિન્હા હવે તેમના પ્રશંસક બની ગયા છે. શત્રુધ્નએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગ્રેટ કહીને શુભેચ્છ પાઠવી હતી. આ ઉપરાંત અમિત શાહને શ્રેષ્ઠ રણનીતિકાર ગણાવ્યા હતા.
મોદી-શાહના પ્રખર આલોચક શત્રુઘ્ન સિન્હા હવે તેમના પ્રશંસક બની ગયા છે.તેમણે બંને નેતાના વખાણ કરતાં ગ્રેટ ગણાવીને શુભેચ્છા પાઠવી હતી... પટનાસાહિબ બેઠક પરથી જીતી ભાજપ નેતા રવિશંકર પ્રસાદે તેમને પારિવારિક મિત્ર ગણાવ્યા છે.
ભાજપને બે લોકોની પાર્ટી કહીને હંમેશા આકરા પ્રહારો કરનાર શત્રુઘ્ન સિન્હાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને શ્રેષ્ઠ રણનીતિકાર ગણાવતા વખાણ કર્યા છે. શત્રુધ્નએ ટ્વીટ કરતા કહ્યું કે, આદરણીય નરેન્દ્ર મોદી, માસ્ટર રણનીતિકાર અમિત શાહ અને ખાસ કરીને અમારા પારિવારિક મિત્ર રવિશંકર પ્રસાદને ભારે જીતની શુભેચ્છા. આ એ પાર્ટીમાં જશ્નનો સમય છે જે અત્યાર સુધી મારી પણ હતી. હું તમામને તહે દિલથી સલામ કરું છું.
Congratulations Hon'ble PM @narendramodi, on your great win! Congratulations also master strategic @AmitShah & our family friend @rsprasad in particular. It's a time to celebrate in the party which was mine too, till recently. I salute you all wholeheartedly.#ElectionResults2019
ભાજપથી બગાવત બાદ કોંગ્રેસમાં સામેલ શત્રુઘ્ન સિન્હા આ વખતે પોતાની પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ શત્રઘ્નને રવિશંકર પ્રસાદથી હારનો સામનો કરવો પડ્યો.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ પહેલાં શત્રુઘ્ન સિન્હાએ ચૂંટણીમાં રમત રમાયાની વાત કહી હતી. અને કહ્યું કે, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અને આંધ્રપ્રદેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમ્યાન મોટાપાયા પર રમત રમાઇ છે. આમ ભાજપની મોટી જીત બાદ શત્રુધ્નસિંહાના સુર ફરી ગયા છે.