બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:31 AM, 15 January 2025
Shattila Ekadashi 2025: મહા (માઘ) મહિનામાં આવતી ષટતિલા એકાદશીનું વિશેષ મહત્વ છે. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને તેને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ષટતિલા એકાદશીનું વ્રત રાખવાથી સુખ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તો ચાલો જાણીએ કે જાન્યુઆરીમાં ષટતિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્ત અને પારણાનો સમય શું હશે.
ADVERTISEMENT
ષટતિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત
ADVERTISEMENT
પંચાંગ અનુસાર (ઉત્તર ભારત મુજબ) માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 24 જાન્યુઆરી 2025ની સાંજે 7:25 એ થશે અને 25 જાન્યુઆરી રાતે 8:31 પર સમાપ્ત થશે. એટલે ઉદય તિથી અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે.
ષટતિલા એકાદશી વ્રત પારણા સમય
એકાદશીના વ્રતમાં પારણનું વિશેષ મહત્વ છે. એકાદશી પારણા સૂર્યોદય પછીના દિવસે અને દ્વાદશી (બારસ)તિથિના અંત પહેલા કરવામાં આવે છે. 26 જાન્યુઆરી2025 ના રોજ ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પારણાનો સમય સવારે 7:12 થી 9:21 સુધીનો રહેશે.
વધુ વાંચો: આજના દેવદર્શનમાં જાણીશું સોમનાથ મહાદેવનો પૌરાણિક ઈતિહાસ, જે ભાગ્યે જ કોઇને ખબર હશે
એકાદશીના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.