બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / shashi tharoor said we are going through a crisis of credibility of data in front of the world
Mehul
Last Updated: 04:01 PM, 27 November 2019
ADVERTISEMENT
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર GDP ગ્રોથના આંકડાઓને 6.7થી વધારીને 8.2 ટકા કરવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. થરૂરે પૂછ્યું કે શું સરકાર સ્વતંત્ર વિશેષજ્ઞો દ્વારા ડાટા મેળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરાવશે. અમારી આર્થિક સફળતા વિશ્વસનીય આંકડા પર જ આધારિત હોવી જોઇએ.
સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ઘણા મહત્વપૂર્ણ બિલ પાસ થવાની સંભાવના છે. તેમા ઇ-સિગારેટ પર પ્રતિબંધનું બિલ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગૃહમાં દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનો વિલય કરી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું બિલ પણ રજુ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
જોકે, કોંગ્રેસે સરકાર પર સરકારી ક્ષેત્રની કંપનીઓના અંધાધુંધ વિનિવેશ કરવાનો આરોપ લગાવતા પહેલા જ સ્પીકરને સ્થગન પ્રસ્તાવની નોટીસ મોકલી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે. તો ગૃહની સામાન્ય કાર્યવાહી સ્થગિત કરી જનતાને ધ્યાને લેતા મહત્વપૂર્ણ મુદ્દા પર પહેલા ચર્ચા કરવામાં આવશે.
સરકારી ઉદ્યમોના વિનિવેશ પર કોંગ્રેસ નારાજ
ગત સપ્તાહે આર્થિક મામલાઓની કેબિનેટ કમિટી ( CCEA ) એ 5 કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના વિનિવેશને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. તેમા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ( BPCL ), શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( કોનકોર ) અને ટેહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને નોર્થ ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન જેવી કંપનીઓ સામેલ હતી.
ગત સપ્તાહે જ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે આ સરકારનો એક જ એજન્ડા છે. ખાનગીકરણને પ્રોત્સાહન. સરકાર ક્ષેત્રોના શેયર એવી રીતે વેચવામાં આવી રહ્યા છે. જાણે કોઇ પરિવારની સંપત્તિ વેચતું હોય. 2003માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કંપનીઓના વિનિવેશનો નિર્ણય સંસદની મંજુરી બાદ લેવામાં આવવો જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.