બ્રેકિંગ ન્યુઝ
VTV / shashi tharoor said lack of clarity on leadership hurting congress
vtvAdmin
Last Updated: 08:02 AM, 29 July 2019
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પાર્ટી નેતૃત્વની કમાન કોઇ યુવા નેતાને સોંપવા અંગે સમર્થન આપ્યું છે. શશિ થરૂરે (Shashi Tharoor) કહ્યું કે કોંગ્રેસમાં સુધારાનો રસ્તો એ હોઇ શકે કે કાર્ય સમિતિ સહિત પાર્ટીમાં તમામ મહત્વપૂર્ણ પદો પર ચૂંટણી યોજાય. જેથી તેમા ચૂંટાઇ આવતા નેતાઓને સ્વીકાર્યતા હાંસલ કરવામાં મદદ મળશે.
ADVERTISEMENT
એમણે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહના એ આકલનનું સમર્થન કર્યું કે આ સમયે કોંગ્રેસની કમાન કોઇ યુવા નેતાને સોંપવી જોઇએ. થરૂરે કહ્યું કે એમને આશા છે કે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી થવા પર મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમા પોતાની કિસ્મત અજમાવવાને લઇને નિર્ણય લેશે. પરંતુ સાથે એમણે કહ્યું કે એ ગાંધી પરિવારનો નિર્ણય હશે કે પ્રિયંકા આ પદ માટે ચૂંટણી લડશે કે નહીં.
ADVERTISEMENT
શશિ થરૂરે પાર્ટીની વર્તમાન સ્થિતિ પર અસંતોષ દર્શાવતા કહ્યું કે કોંગ્રેસ જે સ્થિતિથી પસાર થઇ રહી છે તેનો હાલ કોઇ સ્પષ્ટ જવાબ નથી. તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'એ બિલકુલ યોગ્ય છે કે પાર્ટીના ટોચના પદ પર સ્પષ્ટતાની કમી સંભવત: કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોને નુકશાન પહોંચાડી રહી છે. તેમા મોટાભાગના પાર્ટી નેતાની કમી અનુભવે છે જે મહત્વપૂર્ણ નિર્ણયો લે. કમાન સંભાળે અને ત્યાં સુધી કે પાર્ટીમાં નવો જીવ ફૂંકે અને તેને આગળ લઇ જાય.'
વરિષ્ઠ નેતા શશિ થરૂરે આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) વર્તમાન સ્થિતિને 'બહુ જ ગંભીરતા' થી લઇ રહી છે અને વિના કોઇ વિલંબે સમાધાન શોધવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'કોંગ્રેસમાં સુધારનો એક રસ્તો એ હોઇ શકે છે કે સીડબલ્યૂસી પાર્ટી માટે એક અંતરિમ કાર્યકારી અધ્યક્ષનું નામ બતાવે અને બાદમાં તેને ભંગ કરી દેવાય. ત્યારબાદ સીડબલ્યૂસી સહિત પાર્ટીની અંદર મુખ્ય નેતૃત્વ પદોને નવી ચૂંટણી યોજાય.'
શશિ થરૂરે કહ્યું કે, ' અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ કમિટીઓ (PCC)થી લેવામાં આવેલ નેતાઓને એ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે કે આ મહત્વપૂર્ણ પદો પર કોણ પાર્ટીનું નેતૃત્વ કરશે. તેથી નવા નેતાઓને સ્વીકાર્યતા મળશે અને તેમને પાર્ટીનું નેતૃત્વ કરવાનો વિશ્વસનીય જનાદેશ મળશે.'
શશિ થરૂરે પાર્ટી અધ્યક્ષ પદ પર ચૂંટણી કરાવવા માટે બ્રિટેનની કંજર્વેટિવ પાર્ટીની શૈલી અપનાવાની સલાહ આપી, જેથી પાર્ટીમાં રાષ્ટ્રીયતા વધી શકે છે. તેથી એ એકવાર ફરી વધુને વધુ મતદારોને પોતાની તરફ પ્રેરિત કરી શકે છે.
શું પ્રિયંકા ગાંધી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે યોગ્ય છે, આ પ્રશ્ન પર શશિ થરૂરે કહ્યું કે એમને આશા છે કે તે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. એમણે કહ્યું કે તેમની પાસે 'સ્વાભાવિક કરિશ્મા' છે. જે નિશ્ચિત પણે પાર્ટી કાર્યકર્તાઓ તથા મતદાતાઓને પ્રેરિત અને એકજુટ કરી શકે છે. તેમની આ ખાસિયતને કારણે ઘણા લોકો એમની તુલના એમની દાદી અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ દિવંગત ઇન્દિરા ગાંધી સાથે કરે છે. એ નિશ્ચિત રૂપે પાર્ટી કાર્યકર્તાઓમાં નવી જાન નાંખશે અને સાથે જ મતદાતાઓને પાર્ટીની તરફ ખેંચશે.
ગત ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં તે પ્રભાવશાળી છાપ છોડવાની સાથે સંગઠનમાં અનુભવી નેતા તરીકે સામે આવ્યા છે. ખુદ પાર્ટીના અધ્યક્ષ પદ માટે ઉભા રહેવામાં રુચી વિશે પૂછવા પર 63 વર્ષના થરૂરે કહ્યું કે, 'હું પ્રમાણિક પણે કહું તો મને નથી લાગતું કે આ મુદ્દે અટકળો લગાવવાની દુર-દુર સુધી કોઇ સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.