બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / shashi tharoor on cab if this bill pass jinnahs victory over gandhis

નાગરિકતા સંશોધન બિલ / શશિ થરૂરે કહ્યું, જો આ બિલ પાસ થયું તો બાપૂના વિચારો પર ઝીણાના વિચારોની જીત હશે

Mehul

Last Updated: 10:13 PM, 8 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં નાગરિકતા સંશોધન બિલનું પસાર થવું નિશ્ચિત પણે મહાત્મા ગાંધીના વિચારો પર મહમદ અલી ઝીણાના વિચારોની જીત હશે. આ વાત રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહી. થરૂરે કહ્યું કે ધર્મના આધાર પર નાગરિકતા આપવાથી ભારત 'પાકિસ્તાનનું હિન્દુત્વ સંસ્કરણ' બનીને રહી જશે.

  • નાગરિકતા સંશોધન બિલ પર થરૂરે આપ્યું નિવેદન
  • પાક.નું હિન્દુત્વ સંસ્કરણ બની જશે ભારત
  • સુપ્રીમ કોર્ટની પીઠ બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થવા દેશે નહીં

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ આરોપ લગાવ્યો કે બીજેપી સરકાર 'એક સમુદાય' ને નિશાન બનાવી રહી છે. થરૂરે સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો બિલને સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરવામાં પણ આવે છે તો તેઓને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટની કોઇપણ બેન્ચ ભારતના બંધારણની મૂળ ભાવનાનું 'ઉલ્લંઘન' નહીં થવા દે. 

નાગરિકતા સંશોધન બિલ પાસ થવું ઝિણાના વિચારોની જીત

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર એક ખાસ સમુદાયને નિશાન બનાવી રહી છે. અને આ સમુદાયના હેરાન લોકોને નાગરિકતા આપવા માંગતી નથી. જ્યારે બીજા ધર્મના લોકો માટે ભારતીય જનતા પાર્ટી એક અલગ વલણ અપનાવી રહી છે. થરૂરે કહ્યું કે નાગરિકાત સંશોધન બિલનું સંસદથી પસાર થવુ મહાત્મા ગાંધીના વિચારો ઉપર ઝીણાના વિચારોની જીત હશે. 

સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે

થરૂરે કહ્યું કે તેઓને વિશ્વાસ છે કે જો આ બિલ સંસદના બંને ગૃહ દ્વારા પસાર પણ કરવામાં આવે છે તો પણ સુપ્રીમ કોર્ટની કોઇપણ પીઠ ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થવા દેશે નહીં. 

થરૂરે કહ્યું કે, ''મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરૂ, મૌલાના (અબ્દુલ કલામ) આઝાદ, ડૉ. આંબેડકરનો તેનાથી વિપરીત વિશ્વાસ હતો કે ધર્મને રાષ્ટ્રીયતાથી કોઇ લેવા-દેવા નથી. તેઓએ ભારતનો ખ્યાલ વિકસીત કર્યો અને તેઓએ તમામ ધર્મો, પ્રદેશોના લોકો માટે સ્વતંત્ર દેશનું નિર્માણ કર્યું.'' તેઓએ આરોપ લગાવ્યો કે, બંધારણમાં ભારતના આ મૂળ વિચાર જોવા મળે છે જેનાથી બીજેપી કપટ કરવા ઇચ્છે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Citizenship Amendment Bill 2019 Mahatma Gandhi National News Shashi Tharoor ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટ Citizenship Amendment Bill 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ