બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shashi Tharoor in Sanju Samson Questions raised on Pant by tweet

વિવાદ / સંજુ સેમસન માટે શશી થરૂર મેદાનમાં: ટ્વિટ કરીને પંત પર ઊભા કર્યા સવાલ, ક્રિકેટરસિકો પણ રોષે ભરાયા

Arohi

Last Updated: 02:06 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજુ સેમસનને ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે રિષભ પંતને મોકો મળ્યો છે. આના પર કોંગ્રેસના સીનિયર પોલિટિશિયન શશિ થરૂરે ટ્વિટ કરીને વીવીએસ લક્ષ્મણ અને પંત બંને પર નિશાન સાધ્યું હતું.

  • સંજુ સેમસન ત્રીજી વનડેમાંથી બહાર 
  • રિષભ પંતને મળ્યો મોકો 
  • શશિ થરૂરે ટ્વીટ કરી સાધ્ય નિશાન 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને બુધવારે ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે એ જ પ્લેઈંગ ઈલેવનને જાળવી રાખી હતી જેણે છેલ્લી મેચ રમી હતી.

મતલબ ફરી એકવાર સંજુ સેમસનને તક મળી નથી. આના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે ઋષભ પંતનું નામ લઈને સીધો પ્રહાર કર્યો છે.

શશિ થરૂને ટ્વીટ કરી વ્યક્ત કર્યો ગુસ્સો 
તેમણે ટીમ ઈન્ડિયાની હાલની શ્રેણીમાં કોચ વીવીએસ લક્ષ્મણના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે પંત 11માંથી 10 વખત ફેલ રહ્યો છે. આમ છતાં તેમને સમર્થન મળી રહ્યું છે. તેણે ટ્વીટ કર્યું- VVS લક્ષ્મણ કહે છે કે પંતે ચોથા નંબર પર સારો દેખાવ કર્યો છે. તેથી તેને સપોર્ટ કરવો મહત્વપૂર્ણ છે. 

તેમાં કોઈ શંકા નથી કે પંત સારો ખેલાડી છે પરંતુ તેનું ફોર્મ ખરાબ છે. તે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાંથી દસમાં નિષ્ફળ રહ્યો છે. આ મેચમાં પણ તે 16 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

ટ્વીટ બાદ ફેન્સ ભડક્યા 
આ પછી તેમણે સેમસનના ફોર્મ અને એવરેજનો હવાલો આપતા લખ્યું- બીજી તરફ, સેમસનની વનડેમાં એવરેજ 66 છે. આ તેણે તેની છેલ્લી પાંચ મેચોમાં ફટકારી છે અને તે બેન્ચ પર છે. તેની જાણકારી મેળવવાની જરૂર છે. આ પછી તેના ટ્વિટ પર, ફેન્સે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ટીમ મેનેજમેન્ટ, કેપ્ટન શિખર ધવન અને કોચ વીવીએસ લક્ષ્મણ પર નિશાન સાધવાનું શરૂ કર્યું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં પણ રિષભ પંતને પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે સંજુ સેમસન બેન્ચ પર બેઠો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાને આ વિશે પૂછવામાં આવ્યું તો તે ગોળ-ગોળ જવાબો આપતો જોવા મળ્યો. તેણે કહ્યું કે તે જાણે છે કે ટીમમાં ક્યારે કોને સ્થાન આપવું. તે પોતે આનો નિર્ણય કરશે. જણાવી દઈએ કે પંત ટી20 સિરીઝમાં પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Sanju Samson Shashi Tharoor tweet રિષભ પંત સંજુ સેમસન Shashi Tharoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ