કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શૈનેલ ઈરાનીના લગ્ન તાજેતરમાં યોજાયા હતા. જે લગ્નમાં શાહરુખ ખાનથી લઈ અનેક બોલિવૂડ સિતારા પહોંચ્યા હતા. જોકે હવે આ લગ્ન પ્રસંગની તસવીર પણ વાયરલ થઈ રહી છે. 9 ફેબ્રુઆરીએ રાજસ્થાનના ખીમસર ફોર્ટ એન્ડ પેલેસમાં સ્મૃતિ ઈરાનીની પુત્રી શૈનેલ ઈરાનીના લગ્ન થયા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
Photo: imouniroy (instagram)
ખીમસર ફોર્ટ એન્ડ પેલેસમાં સ્મૃતિ ઈરાનીની દીકરીની રિસેપ્શન પાર્ટીની ઝલક પણ જોવા મળી છે. જેમાં ટીવીથી લઈને બોલિવૂડના સ્ટાર્સ ભાગ લેતા જોવા મળે છે. આટલું જ નહીં આ લગ્નમાં પઠાણ એટલે કે, એક્ટર શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Photo: ronitboseroy (instagram)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શૈનેલ ઈરાનીની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો. આ સિવાય અભિનેત્રી મૌની રોય અને એકતા કપૂર પણ આ પાર્ટીનો ભાગ બની હતી. દુલ્હનની માતા એટલે કે સ્મૃતિ ઈરાની લાલ બનારસી સાડીમાં સુંદર લાગી રહી હતી.
આ ખાસ પ્રસંગની તસવીરો અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલા શેર કરી છે. આમાં મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર સ્મૃતિ ઈરાની અને ન્યૂલી મેરિડ કપલ સાથે પોઝ આપતા જોવા મળે છે. બીજી તરફ બીજી તસવીરમાં શાહરૂખ પણ હંમેશાની જેમ બ્લેક ફોર્મલમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબિન ઈરાનીના પહેલા લગ્નની પુત્રીનું નામ શૈનેલછે. જ્યારે સ્મૃતિ અને ઝુબીનને બે સંતાનો પુત્ર જોહર અને પુત્રી જોશ છે. ત્રણેય બાળકો એકબીજાની ખૂબ નજીક છે. આ સિવાય સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શૈનેલનું નામ શાહરૂખ ખાને રાખ્યું છે, જે ઝુબિન ઈરાનીનો ખાસ મિત્ર છે.