બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sharmaji namkeen song laal tamatar fans got emotional seeing rishi kapoor

ચાહકો આફરિન / VIDEO: શર્માજી નમકીનના Laal Tamatar ગીતમાં ઋષિ કપૂરના ડાન્સથી ચાહકો થયા ઈમોશનલ

Premal

Last Updated: 04:24 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહી દીધુ. પરંતુ તેમની અદાકારી આજે પણ તેમના પ્રશંસકોના દિલ પર રાજ કરી રહી છે.

  • શર્મા જી નમકીનનું ગીત લાલ ટમાટર સામે આવ્યું
  • ફિલ્મના આ હાઈબીટ સોન્ગ પર ઋષિ કપૂરે કર્યો ડાન્સ
  • ગીતમાં કુકિંગને લઇને શર્માજીનુ સ્પષ્ટ ઝૂનુન દેખાયુ

હાઈબીટ ગીતમાં ઋષિ કપૂરે કર્યો હતો ડાન્સ

ઋષિ કપૂરે તેમના અંતિમ દિવસોમાં પણ ફિલ્મોમાં અંતર જાળવ્યું ન હતુ. આ જ કારણ છે કે ઋષિ કપૂરના નિધનના દોઢ વર્ષ બાદ તેમની અંતિમ ફિલ્મ રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ શર્મા જી નમકીનનું ગીત લાલ ટમાટર સામે આવતા ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મના આ હાઈબીટ સોન્ગ પર ઋષિ કપૂર ડાન્સ કરી રહ્યાં છે. ફિલ્મનું નવુ ગીત લાલ ટમાટર એક હાઈબીટ સોન્ગ છે. સાંભળો આ ગીત

કનિકા કપૂરે આપ્યો છે સ્વર

ફિલ્મના નિર્માતાએ ઋષિ કપૂર ગયા બાદ બાકીની ફિલ્મ પરેશ રાવલ સાથે પૂર્ણ કરી છે. તેથી આ ગીતમાં પણ ઋષિની જગ્યાએ પરેશ રાવલ જોવા મળી રહ્યાં છે. ગીતમાં મુખ્ય પાત્ર શર્માજીના કુકિંગને લઇને સ્પષ્ટ ઝૂનુન જોવા મળી રહ્યું છે. આ ટ્રેક દ્વારા તમને શર્માજીના નમકીન વ્યક્તિત્વની ઝલક દેખાશે. જે નિવૃત્તિ બાદ તેના કુકિંગ શોખથી પ્રખ્યાત થાય છે. ઉલ્લેખનીય છે કે આ ગીત સ્નેહા ખાનવલકરર દ્વારા રચિત અને નિર્મિત છે. આ ગીત સ્નેહા અને કનિકા દ્વારા ગાવવામાં આવ્યું છે અને તેના બોલ ગોપાલ દત્તે લખેલા છે. શર્માજી નમકીનમાં જૂહી ચાવલા, સુહેલ નૈયર, તારક રૈના, સતીશ કૌશિક, શીબા ચડ્ઢા અને ઈશા તલવારની સાથે દિવંગત ઋષિ કપૂર અને પરેશ રાવલ સાથે ઘણા કલાકાર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Rishi Kapoor Sharmaji Namkeen Sharmaji Namkeen Song Laal Tamatar paresh rawal Sharmaji Namkeen song Laal Tamatar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ