બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાતી કંપનીને 996 કરોડનો નફો, શેરમાં 18 ટકાથી વધારેનો ઉછાળો, એક વર્ષમાં 180%નું બમ્પર રિટર્ન
Last Updated: 04:37 PM, 31 July 2024
છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી તેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચી રહ્યા છે. જેના પગલે રોકાણકારોને જલસા પડી ગયા છે. કેટલાક શેરોમાં રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે. જેમાં ટોરેન્ટ ગ્રુપની કંપની ટોરેન્ટ પાવરના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ટોરેન્ટ પાવરનો શેર 18 ટકાથી વધુ વધીને રૂ. 1899 પર પહોંચ્યો હતો. બુધવારે કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. મંગળવારે ટોરેન્ટ પાવરનો શેર રૂ. 1599.65 પર બંધ થયો હતો. ટોરેન્ટ પાવરના શેરમાં આ વધારો ઉત્તમ ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો છે. ટોરેન્ટ પાવરના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 620 છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોરેન્ટ પાવરે જૂન 2024 ક્વાર્ટરમાં મજબૂત નફો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 87.2% વધીને રૂ. 996.3 કરોડ થયો છે. જૂન 2024 ક્વાર્ટરમાં કંપનીની આવક 23.3% વધીને 9033.7 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઓપરેટિંગ સ્તરે ટોરેન્ટ પાવરનું EBITDA લગભગ 57% વધીને રૂ. 1857.9 કરોડ થયું છે. કંપનીનું EBITDA માર્જિન વધીને 20.6% થયું છે, જે ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં 16.2% હતું. ટોરેન્ટ પાવરના બોર્ડે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) ના 100% ઇક્વિટી શેર ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 85 કરોડમાં વેચવાની મંજૂરી આપી છે.
વધુ વાંચો : શેર બજાર મજબૂત! નિફ્ટી 25 હજાર તો સેન્સેક્સ 82 હજાર નજીક, આટલા શેરમાં રોનક
છેલ્લા એક વર્ષમાં ટોરેન્ટ પાવરના શેર 180% વધ્યા છે. 31 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર રૂ. 676.50 પર હતા. ટોરેન્ટ પાવરનો શેર 31 જુલાઈ 2024ના રોજ રૂ. 1899 પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ટોરેન્ટ પાવરના શેરમાં 103%નો વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર રૂ. 942.25 પર હતા. ટોરેન્ટ પાવરનો શેર 31 જુલાઈ 2024ના રોજ રૂ. 1899 પર પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં ટોરેન્ટ પાવરના શેરમાં 83%નો ઉછાળો જોવા મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT