બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટાટા એટલે ટાટા! સૂતો શેર અચાનક જાગ્યો, 5 દિવસમાં 50 ટકા રિટર્ન, હાલ 110 નીચે ભાવ

કમાવવાની તક / ટાટા એટલે ટાટા! સૂતો શેર અચાનક જાગ્યો, 5 દિવસમાં 50 ટકા રિટર્ન, હાલ 110 નીચે ભાવ

Last Updated: 09:24 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં ટાટા ટેલિસર્વિસિસ લિમિટેડના શેરમાં તોફાની વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 50 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ટાટા ગ્રુપના આ શેરમાં છેલ્લા 2 દિવસમાં 37 ટકાનો વધારો થયો છે.

શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે. ત્યારે રોકાણકારોને પણ જલસા પડી ગયા છે. શુક્રવારે ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર)ના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 14 ટકા વધીને રૂ. 111.48ની ઇન્ટ્રા-ડે હાઈએ પહોંચ્યો હતો. જોકે, BSE પર બજારના કલાકો દરમિયાન કંપનીના શેર રૂ. 102.11 પર બંધ થયા હતા.

stock-market-final

ટાટાના શેર 20 મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા

ટાટા ટેલિસર્વિસ લિમિટેડનો શેર આજે 20 મહિનાની ટોચે પહોંચ્યો હતો. 2022 પછી કંપનીના શેરનું આ સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. 11 જુલાઈના રોજ કંપનીના શેર રૂ.74.97ના સ્તરે હતા. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે 5 ટ્રેડિંગ દિવસોમાં TTML શેર્સમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ટાટા ટેલિસર્વિસિસ દેશના 60 શહેરોમાં પૂરી પાડવામાં આવે છે.

Stock-Market

52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 111.48

Tata Teleservices Limitedનો 52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 111.48 છે. જ્યારે કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 65.29 રૂપિયા પ્રતિ શેર છે. ટાટાનો આ શેર તેના 52 સપ્તાહના નીચલા સ્તરથી 57 ટકાનો વધારો હાંસલ કરવામાં સફળ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 19,961.77 કરોડ છે. ટાટા ગ્રુપની આ કંપનીમાં પ્રમોટરો પાસે કુલ હિસ્સો 74.36 ટકા છે. કુલ પબ્લિક હોલ્ડિંગ 23.19 ટકા છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 2.38 ટકા છે.

વધુ વાંચો : રોકાણકારો રૂપિયા કમાવા તૈયાર થઈ જાવ! આજથી ખુલ્યો 510 કરોડનો IPO, પ્રાઇઝ બેન્ડ સહિતની વિગતો જાણો

કંપનીની કુલ આવક 324.90 કરોડ રૂપિયા

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 324.90 કરોડ રૂપિયા હતી. જે ડિસેમ્બર 2023 કરતાં વધુ છે. ત્યારે કંપનીની કુલ આવક રૂ. 288.60 કરોડ હતી. જોકે, માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીને રૂ. 309.30 કરોડનું નુકસાન થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

SharesofTataTeleservicesLtd TataTeleservicesLtd stockmarket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ