બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સુઝલોનના શેરે બનાવ્યા લખપતિ! રોકાણકારોને 2400 ટકાનું મલ્ટીબેગર રિટર્ન, તમારી પાસે છે?
Last Updated: 12:08 AM, 6 September 2024
શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે. આ તેજીના પગલે રોકાણકારોને મોટો ફાયદો થયો છે. આ તેજી વચ્ચે કેટલાક શેર રોકેટગતિએ વધતા રોકાણકારોને કમાણી થઈ છે. છેલ્લા 4 વર્ષમાં સુઝલોન એનર્જીનો શેર 2400% થી વધુ વધ્યો છે. સુઝલોન એનર્જીનો શેર ગુરુવારે 2%થી વધુના વધારા સાથે રૂ. 76 પર બંધ થયો હતો. કંપનીએ પૂણેમાં તેની કોર્પોરેટ ઓફિસ વન અર્થ પ્રોપર્ટી વેચવા માટે OE બિઝનેસ પાર્ક સાથે કરાર કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુઝલોન એનર્જી આ કોર્પોરેટ ઓફિસને રૂ. 440 કરોડમાં વેચી રહી છે. સુઝલોન એનર્જી શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 84.40 છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 21.71 છે. સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. વિન્ડ એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલી કંપની સુઝલોન એનર્જીનો શેર 11 સપ્ટેમ્બર, 2020ના રોજ રૂ. 3.03 પર હતો. 5 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 76 પર બંધ થયા હતા. જો કોઈ વ્યક્તિએ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ સુઝલોન એનર્જી શેર્સમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય તો રૂ. 1 લાખથી ખરીદેલા શેરનું વર્તમાન મૂલ્ય રૂ. 25.07 લાખ થયું હોત.
છેલ્લા 18 મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં 793% જેટલો વધારો થયો છે. 3 માર્ચ, 2023ના રોજ કંપનીનો શેર રૂ. 8.51 પર હતો. સુઝલોન એનર્જીનો શેર 5 સપ્ટેમ્બર 2024ના રોજ રૂ. 76 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 222%નો વધારો જોવા મળ્યો છે. 5 સપ્ટેમ્બર, 2023ના રોજ કંપનીનો શેર રૂ. 23.61 પર હતો. સુઝલોન એનર્જીનો શેર 5 સપ્ટેમ્બર 2024ના રોજ 76 રૂપિયા પર પહોંચી ગયો છે.
વધુ વાંચો : દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ નહીં.. આ છે સૌથી વધારે ટેક્સ ચૂકવનારી બોલિવૂડ એક્ટ્રેસ
સુઝલોન એનર્જીના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 97 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ કંપનીના શેર રૂ. 38.48 પર હતા. સુઝલોન એનર્જીનો શેર 5 સપ્ટેમ્બર 2024ના રોજ રૂ. 76 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેર 87% વધ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો શેર રૂ. 40.55 થી વધીને રૂ. 76 થયો છે. છેલ્લા 4 મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં 91%નો વધારો જોવા મળ્યો છે. 7 મે, 2024ના રોજ કંપનીના શેર રૂ. 39.78 પર હતા. કંપનીના શેર 5 સપ્ટેમ્બર 2024ના રોજ 76 રૂપિયા પર પહોંચી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.