બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 PM, 24 May 2024
છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક શેરમાં રોકામકારોને ભારે નુકસાની વેઠવી પડી છે તો કેટલાક શેરે રોકાણકારોને માલામાલ કરી દીધી છે. સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી 3 કંપનીઓએ શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. આ ત્રણ શિપબિલ્ડિંગ કંપનીઓ કોચીન શિપયાર્ડ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેરમાં છેલ્લા એક વર્ષમાં 725%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસમાં કોચીન શિપયાર્ડના શેરમાં 43% થી વધુનો વધારો થયો છે. જ્યારે મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેરમાં છેલ્લા 5 દિવસમાં 24%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગાર્ડન રીચના શેરમાં છેલ્લા 5 દિવસમાં 41% થી વધુનો વધારો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષમાં કોચીન શિપયાર્ડના શેરમાં 725%નો વધારો થયો છે. કોચીન શિપયાર્ડના શેર શુક્રવારના રોજ રૂ. 2034 પર પહોંચ્યા અને 52-સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી. એક વર્ષ પહેલા 25 મે, 2023ના રોજ કંપનીના શેર રૂ. 236.65 પર હતા. શિપબિલ્ડિંગ કંપનીના શેર 24 મે 2024ના રોજ 2034 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 245% થી વધુનો વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં કંપનીના શેર રૂ. 566.30 થી વધીને રૂ. 2000ને પાર કરી ગયા છે.
મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેર 24 મે 2024ના રોજ 3176.85 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિનામાં, મઝગાંવ ડોકના શેરમાં 58% નો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેરમાં 321%નો વધારો જોવા મળ્યો છે. 25 મે, 2023ના રોજ કંપનીના શેર રૂ. 754.15 પર હતા. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 3249.25 છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 747.55 રૂપિયા છે.
વધુ વાંચો : આ નાની કંપનીના શેરએ રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 500થી ઉપર લિસ્ટેડ
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેરમાં છેલ્લા એક વર્ષમાં 221%નો વધારો થયો છે. કંપનીના શેર શુક્રવાર, મે 24, 2024ના રોજ રૂ. 1508 પર પહોંચ્યા અને 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી. શુક્રવારે ગાર્ડન રીચનો શેર રૂ. 1459.50 પર બંધ થયો હતો. એક વર્ષ પહેલા, 25 મે, 2023 ના રોજ, કંપનીના શેર 453.95 રૂપિયા પર હતા. છેલ્લા 6 મહિનામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેરમાં 76%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.