બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / share your personal finance detail with your wife and children check know details

કામની વાત / આખી જિંદગીની કમાણી જોજો ક્યાંક ડૂબી ન જાય, પત્ની અને બાળક સાથે ખાસ શેર કરો આ માહિતી

Premal

Last Updated: 06:28 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાતથી બધા વાંકેફ છે કે દરેકના જીવનમાં લગ્ન મુખ્ય ભાગ ભજવે છે. ત્યારબાદ તમે પોતાના જીવનને એક નવી શૈલી મુજબ જીવવાનું શરૂ કરો છો. લગ્નની સાથે જવાબદારી વધી જાય છે. એવામાં નાણાંકીય યોજના બનાવવામાં પતિ અને પત્ની બંનેનો સંપૂર્ણ સહયોગ હોવો જોઈએ.

  • બેંક ખાતાની માહિતી તમારા પરિવારને કહેવી કેમ જરૂરી છે?
  • લગ્ન બાદ નાણાંકીય પ્લાનિંગ કરવુ શા માટે જરૂરી છે?
  • નાણાંકીય પ્લાનિંગ મુશ્કેલી વખતે થાય છે મદદરૂપ

તમારા પરિવાર સાથે માહિતી શેર કરો

નિષ્ણાંતો કહે છે કે એવામાં જો તમે પોતાનું નાણાંકીય આયોજન કરો છો તો પછી બેંક સાથે જોડાયેલુ કોઈ પણ કામ કરો છો તો તમારે તમારી પત્ની અને બાળકોની સાથે તેને જરૂર શેર કરવુ જોઈએ. કારણકે ઈમરજન્સી સ્થિતિમાં સરળતાથી મદદ મળી જાય.

આ કેમ જરૂરી છે?

નાણાંકીય પ્લાનરનું કહેવુ છે કે પોતાના પરિવારને બેંક ખાતા સાથે જોડાયેલી તમામ માહિતી આપો. પરિવારને દરેક વ્યવહાર અંગે જણાવો અને જોઈન્ટ એકાઉન્ટની પણ માહિતી આપો. કારણકે તમે જ્યારે હયાત નહી હોવ ત્યારે કોઈ પણ મોટી મુશ્કેલી સમયે આ બધી માહિતી તેમને બચાવશે.

આ રીતે કરો માહિતી શેર

તમે તમારી પત્નીને બેંક એકાઉન્ટ નંબર, ઓનલાઈન બેન્કિંગની સંપૂર્ણ માહિતી જેવી કે યૂઝર નેમ પાસવર્ડ અને એફડીની માહિતી આપી શકો છો. કારણકે આકસ્મિક સ્થિતિ વખતે તેઓ તેનો ઉપયોગ કરી શકે.

તો મુશ્કેલી પડશે નહીં

ઘણી વખત ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી ચીજ વસ્તુઓ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદવામાં આવે છે અને તેના હપ્તા ઓટો ડેબિટ થાય છે. એવામાં તમે વિચારો છો કે ખાતામાં પૈસા છે. પરંતુ જ્યારે તમે નિકાળવા જાઓ છો ત્યારે રકમ ખૂબ ઓછી દેખાય છે. તેથી દરેક વ્યવહારની માહિતી પત્ની અને બાળકો સાથે શેર કરવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Bank facility Banking Services Family Investment Tips personal finance Bank Details
Premal
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ