બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:01 PM, 27 May 2024
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણ કરી લોકો આજે માલામાલ થઈ ચુક્યા છે. પાંચ વર્ષ પહેલા જેણે આ સ્કોકમાં પોતાના એક લાખ રૂપિયા લગાવ્યા હોય આજે તેના એક લાખના 21 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. આ 5 વર્ષોમાં 2,053.3%નું શાનદાર રિટર્મ આપી ચુક્યા છે. બીજી બાજુ આ સમયગાળા દરમિયાન સેન્સેક્સે 89 ટકા રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
અદાણી એન્ટરપ્રાઈઝ શેર
ADVERTISEMENT
અદાણી એન્ટરપ્રાઈઝના શેર બપોરે ડોઢ વાગ્યાની આસપાર 1.54 ટકા નીચે 3331.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આજે તે 3358 રૂપિયા પર ખુલ્યો અને 3267.05 રૂપિયાના નીચલા સ્તર સુધી આવી ગયો. તેનો 52 અઠવાડિયાનો હાઈક 3457.85 રૂપિયા અને લો 2142 રૂપિયા છે.
ગ્રીન એનર્જીનું છપ્પરફાડ રિટર્ન
રિટર્ન આપવાના મામલામાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તો એન્ટરપ્રાઈઝથી પણ આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે 4380 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આજે 1940 રૂપિયા પર પહોંચી ગયું છે. પાંચ વર્ષ પહેલા તેમાં જેણે પણ 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તેમના એક લાખના રોકાણની વેલ્યૂ આજે 44 લાખથી વધારે છે. તેનો 52 અઠવાડિયાનો હાઈ 2018.95 રૂપિયા અને લો 815.55 રૂપિયા છે.
વધુ વાંચો: સરકારની 5 જબરદસ્ત સ્કીમ, બેંકની FD કરતા મળશે વધારે રિટર્ન, જાણો વિગતે
અદાણી પાવર
અદાણી ગ્રુપનો એક અન્ય શેર છે અદાણી પાવર તેણે પાછલા પાંચ વર્ષમાં 1309 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયા જેણે પણ લગાવ્યા. તેના એક લાખ હવે 14.08 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. તેના 52 અઠવાડિયાના હાઈ 720.50 રૂપિયા અને લો 231 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી તેણે લગભગ 35 ટકાનું રિટર્ન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.