બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેર બજારમાં 2000000000000 રૂપિયાનું ધોવાણ, આ શેરોએ બગાડ્યો માર્કેટનો મૂડ, બજાજ ઠામઠેકાણે
Last Updated: 04:29 PM, 19 September 2024
ગુરુવાર 19 સપ્ટેમ્બરનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું હતું. BSE સેન્સેક્સ 83,773 પોઈન્ટની આજીવન ઉચ્ચ સપાટીએ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 25,611.95 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ છે. જોકે ઉપલા સ્તરેથી IT શેરો અને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યું હતું.
ADVERTISEMENT
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 236.57 પોઈન્ટના ઉછાળા સાથે 83,184.30 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 38.25 પોઈન્ટના ઉછાળા સાથે 25,415.80 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
ADVERTISEMENT
રૂ. 465.69 લાખ કરોડ
શેરબજાર ભલે ઉછાળા સાથે બંધ થયું હોય પરંતુ મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 465.69 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. જે અગાઉના સત્રમાં રૂ. 467.72 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 2.03 લાખ કરોડનું નુકસાન થયું છે.
આજના ઘટેલા અને વધેલા શેર
આજના કારોબારમાં BSE પર 4075 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1249 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે 2732 શેર નુકસાન સાથે બંધ થયા હતા. તેનો અર્થ એ કે વધતા શેરો કરતાં બમણા શેરો બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ઉછાળા સાથે અને 11 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 27 શૅર લાભ સાથે અને 23 શૅર નુકસાન સાથે બંધ થયા હતા. વધતા શેરોમાં એનટીપીસી 2.45 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.82 ટકા, ટાઇટન 1.56 ટકા, નેસ્લે 1.51 ટકા, એચયુએલ 1.21 ટકા, મારુતિ સુઝુકી 0.99 ટકા, એચડીએફસી બેન્ક 1.8 ટકા વધીને બંધ થયા છે. જ્યારે એશિયન પેઇન્ટ્સમાં 0.81 ટકા, ભારતી એરટેલમાં 0.75 ટકાનો ઘટાડો થયો છે. અદાણી પોર્ટ્સ 1.30 ટકા, L&T 1.26 ટકા, TCS 1.14 ટકા, JSW સ્ટીલ 0.91 ટકા, HCL ટેક 0.86 ટકા, ટાટા સ્ટીલ 0.66 ટકા, ટેક મહિન્દ્રા 0.64 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
વધુ વાંચો : PM નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં પહેલી ચૂંટણી રેલી, શ્રીનગર અને કટરામાં ગજવશે સભા
1850 પોઈન્ટનો ઘટાડો
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને મીડિયા શેરો ઘટીને બંધ થયા હતા.નિફ્ટીનો મિડ-કેપ ઇન્ડેક્સ દિવસની સર્વોચ્ચ સપાટીથી 1850 પોઈન્ટ ઘટી ગયો હતો, જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 680 પોઈન્ટ્સ તૂટ્યો હતો. જોકે, બંને ઇન્ડેક્સ નીચલા સ્તરેથી રિકવર થયા હતા. અને મિડ-કેપ ઈન્ડેક્સ 400 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 245 પોઈન્ટ વધીને બંધ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.