બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 AM, 5 November 2024
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીનો આઈપીઓ 6 નવેમ્બરે ખુલી રહ્યો છે. રોકાણકારો 8 નવેમ્બર સુધી આ IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે અને આ IPO દ્વારા કંપની કુલ 11327.43 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે.
ADVERTISEMENT
Swiggy IPOની પ્રાઇસ બેન્ડ ₹371 થી ₹390 વચ્ચે નક્કી કરવામાં આવી છે અને આ આઈપીઓની લોટ સાઈઝ 38 ઈક્વિટી શેરની છે. સ્વિગી IPOના શેરનું અલોટમેન્ટ સોમવાર 11 નવેમ્બરે થશે. જે રોકાણકારોને શેર નહીં મળે તેમને 12 નવેમ્બરે તેમના ખાતામાં પૈસા મળી જશે અને 12 નવેમ્બરે જે રોકાણકારોને શેર અલોટ થયા છે એના તેમના ખાતામાં શેર જમા કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ 13 નવેમ્બરે BSE-NSE પર થશે.
ADVERTISEMENT
હવે અત્યારે રોકાણકારોના મનમાં સવાલ એ છે કે આ આઇપીઓમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જેમ જેમ ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ એગ્રીગેટર કંપની સ્વિગીનો IPO નજીક આવી રહ્યો છે તેમ, નોન-લિસ્ટેડ માર્કેટમાં IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ઘટી રહ્યું છે.
સ્વિગીના આઈપીઓની જીએમપી માત્ર 15-25 રૂપિયા છે, જે થોડા દિવસો પહેલા રૂ. 130 હતો. એટલે કે Swiggy ના IPO ના GMP માં જોરદાર ઘટાડો થયો છે. અત્યારે સ્વિગીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 20ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ મુજબ, આ શેર તેના રૂ. 390 થી રૂ. 20 પ્લસ એટલે કે રૂ. 410ની આસપાસના અપર પ્રાઇસ બેન્ડમાં લિસ્ટ થઈ શકે છે.
આ સાથે જાણીતું છે કે સ્વિગીએ FY24માં ખોટ નોંધાવી હતી. સ્વિગીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 2,350 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. જો કે, નાણાકીય વર્ષ 23 માં રૂ. 4,179 કરોડના નુકસાન કરતાં આ 44 ટકા ઓછું હતું. નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવક 36 ટકા વધીને રૂ. 11,247 કરોડ થઈ છે, જે ગયા વર્ષે રૂ. 8,265 કરોડ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.