share market sensex nifty live 21 day india lockdown impact bse nse rupee
ઉછાળો /
કોરોનાના કહેર વચ્ચે આજે શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 27 હજારને પાર પહોંચ્યો
Team VTV09:40 AM, 25 Mar 20
| Updated: 09:45 AM, 25 Mar 20
મંગળવારે સેન્સેકસ 692.79 અંક એટલે કે 2.67 ટકાના વધારાની સાથે 26,674.03 અંક પર બંધ થયો હતો. નિફ્ટી 190.80 અંક સાથે એટલે કે 2.51 ટકાના વધારાની સાથે 7801.05 અંક પર રહ્યો હતો. કોરોનાના કહેરમાં આંશિક રાહતની સાથે આજે શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. 400થી વધારે પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 27000ને પાર પહોંચ્યો છે.
મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ જલ્દીથી આર્થિક પેકેજ આપવાનું કહ્યું હતું. નાણાં મંત્રીના આ નિવેદનથી ભારતીય શેરબજાર માટે અપેક્ષાઓ વધી છે. આ જ કારણ છે કે 21 દિવસની લોકડાઉનની ઘોષણા પછી પણ સેન્સેક્સ શરૂઆતી મિનિટોમાં 400 પોઇન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં પણ આશરે 200 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે 8 હજાર પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બુધવારે સામાન્ય વધારા સાથે ખૂલ્યું માર્કેટ
સોમવારે ઐતિહાસિક ઘટાડા પછી મંગળવારે બજાર થોડો રૂટિનમાં રહ્યો હતો. 30 શેર સાથેનો સેન્સેક્સ 692.79 પોઇન્ટ અથવા 2.67 ટકાના વધારા સાથે 26,674.03 પોઇન્ટ બંધ રહ્યો હતો. તે ટ્રેડિંગ દરમિયાન 27,462.87 પોઇન્ટ સુધી ગયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 190.80 અંક એટલે કે 2.51 ટકાના વધારા સાથે 7,801.05 પોઇન્ટ પર બંધ થયો હતો.
સોમવારે માર્કેટમાં વાગી હતી 45 મિનિટની સર્કિટ
સોમવારે શેર માર્કેટમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી હતી. આને કારણે 45 મિનિટ સુધી ધંધો બંધ કરવાની ફરજ પડી હતી. કારોબારના અંતે સેન્સેક્સ 3,935 પોઇન્ટ એટલે કે 13.15 ટકા ઘટીને 25,981.24 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 1,135.20 પોઇન્ટ એટલે કે 12.98 ટકા ઘટીને 7,610.25 પોઇન્ટ પર પહોંચી ગયો છે. ભારતીય શેરબજારમાં આ એક પણ દિવસનો સૌથી મોટો ઘટાડો છે.