share market opening sensex is trading up 746 points at 53474 nifty also up 228
Good Opening /
શેર માર્કેટ: શાનદાર મૂડમાં છે બજાર, તમામ સેક્ટરમાં સારી શરૂઆત, 700 પોઈન્ટ ઉપર ગયો સેન્સેક્સ
Team VTV10:22 AM, 27 Jun 22
| Updated: 10:23 AM, 27 Jun 22
સિંગાપુર એક્સચેંજમાં નિફ્ટી ફ્યૂચરની મજબૂતીને જોતા ભારતીય બજારોમાં મજબૂતીની આશા જાગી છે. સેન્સેક્સ 746 પોઈન્ટના ઉછાળા સાથે તેજી સાથે 53474 પાર બિઝનેસ કરી રહ્યો છે. નિફ્ટી પણ 228 પોઈન્ટ ઉપર છે.
શેર બજાર ખુલતાની સાથે જ સારો બિઝનેસ
સેન્સેક્સ 746 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો
નિફ્ટી પણ 228 પોઈન્ટ ઉપર આવ્યો
સોમવારે શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ શુક્રવારની સરખામણીમાં 700 પોઈન્ટ ઉપર બિઝનેસ કરી રહ્યું છે, જ્યારે નિફ્ટી 15,900ના સ્તર પર બિઝનેસ કરી રહ્યું છે. વિપ્રો ટેક અને ટેક મહિન્દ્રાના શેરમાં 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સિંગાપુર એક્સચેંજમાં નિફ્ટી ફ્યૂચરની મજબૂતી જોતા ભારતીય બજારમાં પણ તેની મજબૂતીની આશા જાગી છે. સિંગાપુર એક્સચેંજમાં નિફ્ટી ફ્યૂચરક 162.5 પોઈન્ટ ઉપર લગભગ 1.03 ટકા ઉપર 15,863.50 પોઈન્ટ પર બિઝનેસ કરી રહ્યું છે. એસજીએક્સ નિફ્ટીમાં આ ઉછાળાના કારણે દલાલ સ્ટ્રીટમાં પણ મૂડ સારુ હોવાનુ આશા જાગી છે. એશિયાઈ બજારોમાં શેરમાં ઉછાળો બનતી દેખાઈ રહી છે. તેલની કિંમતોમાં સ્થિરતાથી બજારની વોલ સ્ટ્રીટનું મૂડ બદલી તેનો ફાયદો એશિયાઈ બજારોમાં પણ જોવા મળ્યો છે. જો કે અમેરિકી બજારોમાં ઇન્ફ્લેશનના કારણે રેટ હાઈફનો ખતરો હજૂ પણ રહ્યો છે.
શુક્રવાર 24 જૂનના સેન્સેક્સ 462 પોઈન્ટથી વધીને 52,723 પર જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ વધીને 15,699 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારની આ મજબૂતીના કારણે ડેટી ચાર્ટ પર એક નાની એવી બુલિશ કેંડલ બની હતી. વીકલી ચાર્ટમાં પણ 2.6 ટકાનો વધારા સાથે બુલિશ કેંડલ બનતું દેખાઈ રહ્યું હતું. જો કે, આ બુલિશ કેંડલ્સને જોતા આપણે એ ન ભૂલવું જોઈએ કે, દુનિયાની બજારમાં હજૂ પણ મંદીની ચપેટમાં છે. એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહ્યું છે.