બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટ ધડામ, સેન્સેક્સમાં 1000 અંકનો કડાકો, આ શેરોએ રોકાણકારોને રડાવ્યા
Last Updated: 11:30 AM, 13 December 2024
11:30 AM
ADVERTISEMENT
Why Market Is Down Today: શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ અથવા 1.30 ટકાના ઘટાડા સાથે 80,300ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50ની વાત કરીએ તો તે 278 પોઈન્ટ ઘટીને 24,270 પર છે. જ્યારે નિફ્ટી બેન્કમાં 783 પોઈન્ટ ઘટીને 52532ના સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે, મિડકેપ, સ્મોલ કેપ અને અન્ય ઈન્ડેક્સમાં તેજીથી ઘટાડો યથાવત છે
09:30 AM
ADVERTISEMENT
Stock Market : આજે સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 565.40 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઘટાડા સાથે 80,724.56 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 0.64 ટકા અથવા 156.90 પોઇન્ટના ઘટાડા સાથે 24,391.80 પર ટ્રેડ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આજે સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. આ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો JSW સ્ટીલમાં જોવા મળ્યો હતો. સવારે કંપનીના શેરમાં 1.56 ટકાનો ઘટાડો થયો હતો. ટાટા સ્ટીલના શેર પણ એક ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે ભારતીય શેરબજારે ફરી એકવાર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 77.51 પોઈન્ટના ઘટાડા સાથે 81,212.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 50.35 પોઈન્ટના ઘટાડા સાથે 24,498.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. નોંધનિય છે કે, ગુરુવારે પણ શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ગઇકાલે સેન્સેક્સ 49.38 પોઇન્ટના ઘટાડા સાથે 81,476.76 પોઇન્ટ પર અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 37.35 પોઇન્ટના ઘટાડા સાથે 24,604.45 પોઇન્ટ પર ખુલ્યો હતો.
અડધાથી વધુ શેર લાલ નિશાનમાં ટ્રેડ
શુક્રવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 30 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા અને માત્ર 9 કંપનીઓના શેર જ લાભ સાથે લીલા નિશાનમાં ખુલ્યા હતા. જ્યારે એક કંપનીના શેર કોઈ ફેરફાર વગર ખૂલ્યા હતા. તેવી જ રીતે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા, 19 કંપનીઓના શેર નફા સાથે લીલા રંગમાં ખુલ્યા હતા અને 2 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
આ કંપનીઓના શેર લાભ સાથે ખુલ્યા
સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 0.73 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ભારતી એરટેલના શેરમાં 0.48 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.47 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.18 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.18 ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.14 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.12 ટકા, સન ફાર્મા 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.03 ટકાનો વધારો થયો છે. . એનટીપીસીના શેર આજે કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
આ શેર ખોટમાં ટ્રેડ થવા લાગ્યા
બીજી તરફ, JSW સ્ટીલનો શેર આજે મહત્તમ 1.57 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો. ટાટા સ્ટીલના શેર 1.13 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.84 ટકા, ઇન્ફોસિસ 0.75 ટકા, ટાઇટન 0.69 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.49 ટકા, બજાજ ફિનસર્વ 0.48 ટકા, ટેક મહિન્દ્રા 0.48 ટકા, બજાજ ફાઇનાન્સ 0.46 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.45 ટકા, મારુતિ સુઝુકી 0.34 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કના શેર 0.30 ટકા, TCS 0.24 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.23 ટકા, ITC 0.21 ટકા, એક્સિસ બેન્ક 0.18 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.12 ટકા, ICICI બેન્ક 0.07 ટકા, HD06 ટકા અને HCL ટેક ઓપન સાથે 0.02 ટકા ઘટ્યો હતો.
વધુ વાંચો : સોનાના ભાવમાં કડકડતી તેજી! 3 દિવસના ભાવે સરાફા બજારને ધ્રુજાવ્યું, જાણો આજના લેટેસ્ટ રેટ
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.