Team VTV09:40 AM, 09 Mar 20
| Updated: 11:13 AM, 09 Mar 20
કોરોના વાયરસ અને યસ બેંકના કારણે સોમવારે શરૂઆતમાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે સવારે સેન્સેક્સ 1100થી વધુ પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો અને નિફ્ટીમાં પણ 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ તમામ ઘટાડાની વચ્ચે યસ બેંકના શેરમાં 30 ટકાનો વધારો થયો છે. જ્યારે અન્ય તરફ રિલાયન્સ અને એચડીએફસી બેંકના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સ સવારે 9:30 વાગ્યે 1169.74 પોઇન્ટ ઘટીને 36,406.88 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 332.40 પોઇન્ટ ઘટીને 10,657.05 પર ટ્રેડ કરી રહ્યો છે. યસ બેન્કના શેર્સ જોરદાર ખુલ્યા અને તેમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો.
હોળીની રજાના કારણે આવતીકાલે બજાર રહેશે બંધ
આવતા સપ્તાહે હોળીની રજા હોવાથી 10 એપ્રિલ 2020 ના રોજ બજાર બંધ રહેશે. રોકાણકારો આગામી સપ્તાહે યસ બેંક સંકટ અને કોરોનાવાયરસ પર નજર રાખશે. આ બંનેની અસર વેપાર પર પડી છે. ઉપરાંત, ઘણા આર્થિક ડેટા આવતા અઠવાડિયે બહાર પાડવામાં આવવાના છે. જેમ કે ઔદ્યોગિક ઉત્પાદન અને છૂટક ફુગાવાના આંકડા આવતા અઠવાડિયે આવવાના છે. બીજી બાજુ, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો ડેટા શુક્રવારે જાહેર કરવામાં આવશે. તેની અસર પણ શેરબજાર પર પડે તેવી શક્યતા છે.
સેન્સેક્સ ગયા અઠવાડિયે 720.67 પોઇન્ટ તૂટ્યો હતો
બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગયા અઠવાડિયે 720.67 પોઇન્ટ એટલે કે 1.88 ટકા તૂટ્યો હતો. યસ બેન્ક પરના નિયમનકારી પ્રતિબંધોને કારણે સેન્સેક્સ શુક્રવારે તે જ દિવસે આખા દિવસની ખરીદીમાં 894 પોઇન્ટ તૂટ્યો હતો. યસ બેન્ક પર રિઝર્વ બેંકના પ્રતિબંધ બાદ શુક્રવારે બેંકનો શેર 55 ટકાથી વધુ ઘટ્યો છે.
આ બેંકના શેર રહ્યા રેડ ઝોનમાં
સેન્સેક્સમાં ઓએનજીસીમાં 11 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેન્ક, આરઆઈએલ, પાવરગ્રિડ, ટાટા સ્ટીલ, એલએન્ડટી, એસબીઆઇ, રિલાયન્સ, HDFC અને ટેક મહિન્દ્રા પણ લાલ નિશાનોમાં કારોબાર કરી રહ્યા હતા. એકમાત્ર સન ફાર્મા શેરોમાં વધારો જોવા મળ્યો હતો.