Share Market Live Updates Opening In Red Mark Corona Virus COVID 19 Affect
કડાકો /
2045 પોઈન્ટના કડાકા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યું શેરબજાર, રોકાણકારોને થયું મોટું નુકસાન
Team VTV09:42 AM, 19 Mar 20
| Updated: 09:53 AM, 19 Mar 20
શેરબજાર સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે મોટા ઘટાડા સાથે ખુલ્યું. કોરોના વાયરસને લઈને આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 2045 અંકના ઘટાડા સાથે 26,823.76 પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 464.30 પોઇન્ટ અથવા 5.48 ટકાના ઘટાડા સાથે 8,004.50 પર ખુલ્યો છે. આજે શેરબજાર ત્રણ વર્ષના તળિયે છે.
પ્રી ઓપન સમયે સવારે 9.10 મિનિટે શેરમાર્કેટ રેડ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ 1096.15 અંક એટલે કે 3.80 ટકાના ઘટાડાની સાથે 27773.36ના સ્તરે હતો. નિફ્ટી 405.50 અંક એટલે કે 4.79 ટકાના ઘટાડા બાદ 8,063.30ના સ્તરે રહ્યો હતો.
છેલ્લા કારોબારી દિવસે વધારા સાથે ખૂલ્યું હતું શેરમાર્કેટ
પાછલા ટ્રેડિંગ દિવસે બુધવારે શેર માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 490.75 પોઇન્ટ અથવા 1.60 ટકા વધીને 31,069.84 પર અને નિફ્ટી 153.30 પોઇન્ટ અથવા 1.71 ટકા વધીને 9120.35 ના સ્તર પર ખુલ્યા છે. જો કે, બાદમાં સ્થાનિક બજાર માં વધારો ગુમાવી દીધો હતો.
74.95ના સ્તરે ખૂલ્યો રૂપિયો
ડોલરની સરખામણીએ રૂપિયો આજે 69 પૈસાના ઘટાડાની સાથે ન્યૂનતમ સ્તરે 74.95ના સ્તરે ખૂલ્યો, બુધવારે ડોલરની સરખામણીએ રૂપિયો 74.26ના સ્તરે બંધ થયો હતો.