બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:23 AM, 14 June 2024
મુકેશ અંબાણીની કંપનીના શેરે માત્ર પાંચ મહિનામાં રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. આ શેરે 55 ટકા વળતર ઓફર કર્યું છે. ગુરુવારે આ શેર લગભગ 1 ટકાના વધારા સાથે 362.45 રૂપિયા પર બંધ થયો હતો. જો કે, હાલમાં આ સ્ટોક તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 8.17 ટકા નીચે છે. આ શેર મુકેશ અંબાણીની કંપની Jio Financial Servicesનો છે, જેણે ગયા વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વળતર આપ્યું છે.
ADVERTISEMENT
બ્રોકર્સે મુકેશ અંબાણીની આ કંપનીને લઈને ટાર્ગેટ આપ્યા છે અને Jio ફાઈનાન્સિયલ સર્વિસિસના શેર ક્યાં સુધી જઈ શકે છે તે જણાવ્યું છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ કંપની અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનાં નામથી ઓળખાતી હતી. આ કંપનીએ તાજેતરમાં જ બીટા મોડમાં JioFinance એપ લોન્ચ કરી હતી. આ એપ ડિજિટલ બેંકિંગ, UPI ટ્રાન્ઝેક્શન, બિલ સ્ટેટમેન્ટ, વીમા સલાહકાર અને બચત ખાતા જેવી સર્વિસ પ્રોવાઈડ કરે છે.
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડ પર આપશે લોન
કંપનીની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરીએ તો, મુકેશ અંબાણીની આ કંપની ભવિષ્યમાં લોનની સુવિધા આપશે. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ સામે લોન આપીને આ સર્વિસની શરૂઆત કરશે. બાદમાં તેને હોમ લોન સુધી લંબાવવામાં આવશે. મુકેશ અંબાણીની કંપનીનો પ્લાન મની મેનેજમેન્ટ અને બ્રોકિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે બ્લેકરોક ઇન્ક અને બ્લેકરોક એડવાઇઝર્સ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ સાથે સોદો કરવાનો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પોસ્ટ ઓફિસની આ ચાર શાનદાર યોજના જે તમને બનાવશે માલામાલ, પૈસા પણ રહેશે સુરક્ષિત
ADVERTISEMENT
ક્યાં સુધી જશે જિયો ફાઇનાન્સના શેર
નિષ્ણાતોના માટે, જો ટેક્નોલોજીના આધારે જોવામાં આવે તો આ શેરને 358 રૂપિયા પર સપોર્ટ મળી શકે છે. તે પછી તે ઘટીને 350 રૂપિયા અને 335 રૂપિયાના સ્તરે આવી શકે છે અને વધુ વૃદ્ધિ માટે 367 રૂપિયાની ઉપર જઈ શકે છે. આ પછી Jio Financial તેના 395 રૂપિયાના રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે. અન્ય એક નિષ્ણાતનું કહેવું છે કે જિયો ફાઇનાન્શિયલ ટૂંક સમયમાં 380 રૂપિયાના લક્ષ્યને સ્પર્શશે અને 350 રૂપિયા પર સ્ટોપ લોસ રાખશે. જયારે બીજા એજ માર્કેટ નિષ્ણાતે જણાવ્યું કે સપોર્ટ 358 રૂપિયા પર અને પ્રતિકાર 367 રૂપિયા પર રહેશે. 367 રૂપિયાના સ્તરની ઉપરનો નિર્ણાયક બંધ 375 રૂપિયા તરફ આગળની ગતિને વેગ આપી શકે છે. જણાવી દઈએ કે માર્ચ 2024 સુધીમાં NBFCમાં પ્રમોટર્સનો 47.12 ટકા હિસ્સો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.