બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:27 PM, 12 June 2024
IPOમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ પ્રાઇમરી માર્કેટમાં IPOનો પૂર આવવાનો છે અને આવનાર બે મહિનામાં બે ડઝનથી વધુ કંપનીઓના IPO આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય રૂ. 30,000 કરોડથી વધુ એકત્ર કરવાનો છે.
ADVERTISEMENT
પ્રાઇમરી માર્કેટમાં IPOનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર પાસેથી સતત ત્રીજી વખત રોકાણકારોની અપેક્ષાઓ ફરી વધી છે અને આ જ કારણ છે કે વધુને વધુ કંપનીઓ આ તકનો લાભ લેવા માંગે છે. રિપોર્ટ અનુસાર રોકાણકારો નવા શેર ખરીદવા ઉત્સુક છે.
ADVERTISEMENT
સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી એકથી બે મહિનામાં આશરે 18 કંપનીઓને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી IPO માટે મંજૂરી મળી છે, જે હેઠળ તેઓ સામૂહિક રીતે રૂ. 20,000 કરોડથી વધુ એકત્ર કરશે. અન્ય 37 કંપનીઓએ રૂ. 50,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા છે અને તે મંજૂરીની રાહ જોઈ રહી છે.
આ સાથે આવનાર એકથી બે મહિનામાં માર્કેટમાં તમામ સંભવિત IPO રૂ. 30 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરી શકે છે. એટલા માટે આવનાર મહિનાઓમાં શેરમાર્કેટમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે અને IPOમાં રોકાણ કરનારાઓને પૈસા કામવવાના ઘણા મોકા મળી શકે છે.
ચૂંટણી બાદ આઇપીઓ માર્કેટ ઇક્સીગોના IPO સાથે શરૂ થયું છે. ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપનીનો આઈપીઓ આ અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે ખુલ્યો છે અને Ixigoના IPOમાં બિડ કરવાની આજે છેલ્લી તક છે. આ IPOને બજારમાં રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.