બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:55 PM, 15 February 2025
મિડકેપ અને સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્વેસ્ટ કરાય કે નહિ આને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. એક એક્સપર્ટ કહે છે કે SIP હવે બીજી બનાવીએ તો બીજો કહે છે કે આવા સમયમાં SIP પર વિશ્વાસ કરવો જોઈએ. થોડા જ દિવસો પહેલા ICICI પ્રુવડેન્શિયલના CEOએ કહ્યું હતું જો તમે SIP થી પૈસા બનાવવા ઈચ્છો છો તો તમારે 20 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવું જોઈએ. પરંતુ હવે આનો પણ આંકડો આપી દીધો છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, શરૂઆતી 7 વર્ષો સુધી SIPમાં ટકી રહેવા માટે ઇન્વેસ્ટરો માટે ખાસ રીતે મિડ કેપ અને સ્મોલ કેપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, 7 વર્ષ SIP ચાલુ રાખવા પર નુકસાનની શક્યતા માત્ર 5.8% હોય છે, જ્યારે 10 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવા પર તે ઘટીને 0.8% રહી જાય છે. 5 વર્ષના ઇન્વેસ્ટમાં નુકસાનની સંભાવના 2.2% અને સ્મોલકેપમાં 11.7% સુધી જોવામાં આવ્યું.
ADVERTISEMENT
શેના આધારે બની રિપોર્ટ?
રિપોર્ટમાં 2008-09 ની આર્થિક મંદી, 2013ના ઘટાડા અને મહામારી જેવી પરિસ્થિતિઓને સામેલ કરવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે જે ઇન્વેસ્ટરોએ ખરાબ સમયમાં પણ SIP ચાલુ રાખી, તેમણે સારું રિટર્ન મેળવ્યું છે. દાખલા તરીકે નિફ્ટી સ્મોલકેપ 250 માં સૌથી ખરાબ વાર્ષિક રિટર્ન -7.3% રહ્યું, પરંતુ બીજા વર્ષે આ 14.8% સુધી વધી ગયું. આ રીતે નિફ્ટીમાં 100 અને નિફ્ટી મિડકેપમાં 150માં પણ ઘટાડા બાદ સારું રિટર્ન જોવા મળ્યું. એટલે રિપોર્ટ જણાવે છે કે લંબા સમય સુધી ઇન્વેસ્ટ કરવાથી સારું રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે.
વધુ વાંચોઃ 1200000 રૂપિયાથી ઓછી આવક હોય તો પણ ITR ફાઈલ કરવું પડશે? સમજો સંપૂર્ણ ગણિત
મ્યુચ્યુઅલ ફંડમાં કેશ ફ્લો વધ્યો
જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યો, જેનાથી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ₹67.25 લાખ કરોડ સુધી પહોંચી ગયો. આ દરમિયાન મિડકેપ ફંડ્સમાં ₹5,148 કરોડ અને સ્મોલ કેપ ફંડ્સમાં ₹5,721 કરોડ ઇન્વેસ્ટ થયું. જોકે, નવી SIP રજીસ્ટ્રેશનની સરખામણીમાં વધારે SIP બંધ થઈ, જેના કારણે ઇન્વેસ્ટરોની ભાવના અને બજારની અસ્થિરતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.