બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:50 PM, 13 September 2024
શેરબજારની રેકોર્ડ રેલીના કારણે મોટી સંખ્યામાં રોકાણકારો બજાર તરફ વળી રહ્યા છે. આ સાથે જ શેરબજાર સાથે જોડાયેલ ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. શેરબજાર સાથે જોડાયેલા અનેક પ્રકારના ફ્રોડના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે NSE ઇન્ડિયાએ એક આવા જ ફ્રોડ અંગે રોકાણકારોને એલર્ટ કર્યા છે.
ADVERTISEMENT
NSEએ કહ્યું- આ રીતે થઈ રહ્યું છે ફ્રોડ
નેશનલ સ્ટોક એક્સચેન્જ સમય-સમય પર કેપિટલ માર્કેટ ટ્રેડર્સને આવા ફ્રોડ્સ વિશે ચેતવણી આપતું રહે છે. દેશના મુખ્ય શેરબજાર NSE એ ફ્રોડના મામલાઓને લઈને રોકાણકારોને ફરીથી એલર્ટ કર્યા છે. NSEએ આ પહેલા પણ ઘણીવાર ટ્રેડર્સ અને રોકાણકારોને કહ્યું છે કે તેઓ કોઈ અજાણી વ્યક્તિ કે એન્ટિટીની જાળમાં ન ફસાય. આવી સંસ્થાઓ કેટલીક વખત ગેરેન્ટેડ રિટર્નના નામે લોકો સાથે છેતરપીંડી કરે છે. તાજેતરના કિસ્સામાં, રોકાણકારોને બજાર બંધ થયા પછી ડિસ્કાઉન્ટ પર શેર આપવાની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આવા લોકોથી સાવધાન રહે રોકાણકારો
NSEએ કહ્યું કે તેને JO HAMBRO નામના વોટ્સએપ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદો મળી છે. ગ્રૂપમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે કે તેમને માર્કેટ બંધ થયા બાદ ઓછા ભાવે શેર અપાવશે. આ સીટ ટ્રેડિંગ એકાઉન્ટના નામે કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ મળ્યા પછી, NSEએ એક સાવચેતીભર્યું નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વોટ્સએપ ગ્રુપ દ્વારા ઘણા રિટેલ રોકાણકારો પાસેથી પૈસા કલેક્ટ કરવામાં આવ્યા છે.
સેબીમાં રજિસ્ટર્ડ નથી એન્ટિટી
NSE એ લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે ગ્રુપમાં Lazzard Asset Management India નામની એન્ટિટી પોતાને સેબીમાં નોંધાયેલ સ્ટોક બ્રોકર તરીકે બતાવી રહી છે. તે ફોર્જ્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહી છે. એનએસઈએ જણાવ્યું કે સેબીમાં લેઝાર્ડ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયાના નામથી કોઈ બ્રોકર રજિસ્ટર્ડ નથી. લોકોએ તેમનાથી સાવધ રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: સોનાના ભાવમાં ભડકો! ગોલ્ડમાં 1,144 તો સિલ્વરમાં 2,607 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ
પૈસા આપતા પહેલા કરો આ કામ
NSE એ નિવેદનમાં કહ્યું છે કે રોકાણકારોએ આવી કોઈપણ એન્ટિટી પર વિશ્વાસ ન કરવો જોઈએ. સ્ટોક એક્સચેન્જે તેમને સલાહ આપી છે કે તેઓ આવી કોઈ સંસ્થા કે વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની ડીલ ન કરે. કોઈપણ એન્ટિટી સાથે લેવડ-દેવડ કરતા પહેલા અને તેને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા, હંમેશા તેની માન્યતા જરૂર તપાસો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.