બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મારી નાખ્યા! શેર બજારમાં ફરી ભયંકર તબાહી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કાપ, 12,00, 000 કરોડ ઉડ્યા
Last Updated: 04:04 PM, 13 January 2025
આજનો દિવસ એટલે કે 13 જાન્યુઆરી, 2025 ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો છે. સેન્સેક્સ 86000થી 76000 પર પહોંચતા રોકાણકારોને ઉંધામાથે ડૂબાડ્યા છે. આજે એક જ દિવસમાં મોટા ઘટાડાને કારણે 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી આજે લાલ નિશાનમાં બંધ થયા હતા અને મોટા ભાગના મોટા શેરો ખોટમાં રહ્યા હતા. ટ્રેડિંગ બંધ થવાના સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ 76,330.01 પર પહોંચ્યો હતો
ટ્રેડિંગના બંધ થવાના સમયે સેન્સેક્સ 1048.90 પોઈન્ટ (1.35 ટકા) ઘટીને 76,330.01 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 50 345.55 (1.47 ટકા) ઘટીને 23,085.95ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં 4 કંપનીઓ સિવાય અન્ય તમામ શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: શું છે ઓલ્ડ પેન્શન સ્કીમ, ન્યૂ પેન્શન સ્કીમ અને યૂનિફાઈડ પેન્શન સ્કીમ? નોકરિયાત ખાસ નોટ કરી લેજો
લાલ નિશાનમાં બંધ થયું
નિફ્ટી મિડકેપ 100 સત્રમાં 4% નીચા 52,383.65 પર બંધ થવા સાથે સોમવારે વ્યાપક સૂચકાંકો ઘટ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકોએ સત્ર લાલ નિશાનમાં બંધ થયું હતું. નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ 6.6% ઘટીને 899.75 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 683.55 પોઈન્ટ અથવા 1.40% ઘટીને 48,050.60 પર આવી ગયો હતો. વ્યાપક બજારોમાં માઇક્રો-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 6.92% વધીને 15.95 થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.