બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:05 PM, 6 November 2024
આજરોજ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સ્પષ્ટ અસર ભારતીય શેરબજાર પર દેખાઈ હતી. જેના કારણે શેરબજાર મંગળવારે મોટા ઉછાળા સાથે બંધ થયું હતું. બુધવારે શેર બજાર સારા ઉછાળા સાથે ખુલ્યું હતું.
ADVERTISEMENT
ત્યારે અમેરિકી ચૂંટણીમાં ટ્રમ્પની જીત પાક્કી બનતા જ બજારનો ઉછાળો પણ વધ્યો અને અંતે સેન્સેક્સ 901.50 પોઈન્ટના વધારા સાથે 80,378.13 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 270.75 પોઈન્ટના વધારા સાથે 24,484.05 પોઈન્ટ પર બંધ થયો. બુધવારે સૌથી વધુ ઉછાળો આઈટી સેક્ટરના શેરમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : આતુરતાનો અંત! આજે ખુલશે swiggyના રૂ. 11327 કરોડનો IPO, જાણો પ્રાઇસ બેન્ડ
કેવો રહ્યો શરૂઆતનો દિવસ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની વચ્ચે શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ તેના પાછલા બંધની તુલનામાં 295 પોઈન્ટના વધારા સાથે 79771 ના સ્તર પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ 24308.75 ના સ્તર પર મજબૂત ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને કારણે વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.