બજેટ 2023 /
શેરમાર્કેટમાં ઉથલપાથલ: પહેલા જોરદાર તેજી, પછી ભયંકર કડાકો, જુઓ કેટલા પોઈન્ટ પર બંધ થયું સેન્સેક્સ
Team VTV03:35 PM, 01 Feb 23
| Updated: 03:41 PM, 01 Feb 23
બજેટ 2023 બાદ શેરબજાર હવે લાલ બત્તી પર આવી ગયું છે. સેંસેક્સ 60773નાં આજનાં ઉચ્ચ સ્તરથી 1642 અંકથી નીચ ગબળ્યું છે. જેના લીધે આંકડો 59,708.08નાં સ્તર પર છે. તો નિફ્ટી હવે 17972થી 17616.3 નાં સ્તર પર છે.
બજેટ 2023 બાદ શેરબજારની સ્થિતિ
બજેટ દરમિયાન બજારમાં હતી તેજી
બાદમાં સેંસેક્સ 1642 અંકથી નીચ ગબળ્યું
બજેટથી પહેલાં શેર માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બજેટ દરમિયાન ફરી લીલી ઝંડીની સાથે આંક ઊંચો ગયો હતો. બજેટ પૂર્ણ થયા બાદ ફરી શેરબજાર લાલ બત્તી પર આવ્યું છે.
જેટલું કમાવ્યું તેટલું ગુમાવ્યું...
બજેટ દરમિયાન જેટલું કમાવ્યું તેટલું જ બજેટ બાદ ગુમાવ્યું પણ છે. સેંસેક્સ 60773નાં આજનાં ઉચ્ચ સ્તરથી 1642 અંકથી નીચ ગબળ્યું છે. જેના લીધે આંકડો 59,708.08નાં સ્તર પર છે. ગઈકાલનાં બંધ લેવલથી 418 અંક નીચે આવ્યું છે. તો નિફ્ટી હવે 17972થી 17616.3 નાં સ્તર પર છે. એટલે કે હવે તે 196 અંક નીચે છે. અદાણી એન્ટરપ્રાઈઝીઝનાં શેરોમાં પણ નોંધનિય ઘટાડો થયો છે.
બજેટ દરમિયાન શેર માર્કેટની સ્થિતિ
શેર બજાર બજેટનાં ભાષણ દરમિયાન સેંસેક્સનાં આશરે 1000થી વધુ અંકોનો ઊછાળો જોવા મળ્યો હતો તો નિફ્ટીમાં 274 અંક વધીને 17900નાં લેવલને પાર કરી ગયો હતો. સેંસેક્સ 60644 પર અને નિફ્ટી 17936નાં સ્તર પર રહ્યું હતું. આશરે 1.30 વાગ્યે ઝડપથી ઊંચે ઊડી રહેલ માર્કેટમાં ફરી ઘટાડો જોવા મળ્યો અને આશરે 1000 અંકોથી શેરબજારમાં નોંધનિય ઘટાડો થયો છે.
આ શેરો સૌથી વધુ એક્શનમાં
છેલ્લાં 7 વર્ષોમાં સૌથી વધુ એક્શન દેખાડનારાં શેરોમાં ICICI BANK અને SBI સૌથી આગળ છે. માત્ર 2021માં SBIનાં શેર 10-15% વધ્યાં જ્યારે 2022 સિવાય SBI નાં રિટર્ન જોઈએ તો તેમાં દરેક વખતે 2%થી વધુ રિટર્ન આવ્યું છે. આ સિવાય ICICI BANKનાં શેરે 2018 સિવાય દરેક વખતે 2.5%થી વધારે પ્રોફિટ આપેલ છે.