બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shardul Thakur's pride was broken, this over turned the whole match, otherwise the whole match was in India's hands.

NZ vs IND / શાર્દુલ ઠાકુરનું અભિમાન તૂટ્યું, આ ઓવરમાં આખી મેચ પલટાઈ ગઈ, નહીં તો આખી મેચ ભારતનાં હાથમાં હતી

Vishal Khamar

Last Updated: 04:26 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડેમાં ભારતને હરાવ્યું હતું. ત્યારે ન્યૂઝીલેન્ડનાં ટોમ લાથમે (145) અને કેન વિવિયમસને (94) રનની શાનદાર ભાગીદારી કરી 107 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.

  • ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડેમાં ભારતને હરાવ્યું હતું
  • ન્યૂઝીલેનેડનાં બેટ્સમેને ભાગીદારી કરી લક્ષ્યાંક હાંસલ કરી લીધો
  • ભારત માટે આગામી 27 નવેમ્બરે રમાનારી મેચ જીતવી જરૂરી

પ્રથમ વનડેમાં જ્યારે ન્યૂઝીલેન્ડને 307 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે પહેલી વિકેટ શાર્દુલ ઠાકુરે અપાવી હતી. શાર્દુલે ઓપનિંગ પાર્ટનરશીપ તોડીને ટીમ ઈન્ડિયાને મેચમાં જીત તરફ લઈ જઈ એક આશાનું કિરણ દેખાડ્યું હતું. ત્યારે ઈડન પાર્કમાં રમાયેલ મેચમાં મેજબાન કીવી ટીમ સાત વિકેટથી જીતી હતી. આ રીતે ત્રણ મેચની સીરીઝમાં હવે એમને  1-0 ની સરસાઈ મેળવી લીધી છે. જો ભારતે શ્રેણીમાં ટકી રહેવું હોય તો 27 નવેમ્બરે રમાનાર આગામી મેચ કોઈપણ રીતે જીતવી પડશે.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 39 ઓવરમાં 216/3  હતો. યજમાન ટીમ માત્ર 5.53 ની એવરેજથી રન બનાવી રહી હતી. પરંતું જરૂરી રન રેટ 8.27 હતો. અહીંથી યજમાન ટીમને 11 ઓવરમાં 91 રનની જરૂર હતી. કેપ્ટન શિખર ધવને 40 મી ઓવર શાર્દુલ ઠાકુરને આપી હતી અને આખી મેચની બાજી પલ્ટાઈ ગઈ. શાર્દુલ ઠાકુર પોતે પણ પોતાની જાત પર ખૂબ જ શરમ અનુભવતો હશે. વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે 104 બોલમાં અણને 145 રનની આક્રમક સદીની ઈનિંગ રમી હતી. કેપ્ટન કેન વિલિયમસને બેટિંગ કરતા અણનમ 94 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.

ત્યારે આ હાર માટે ચાહકો શાર્દુલને જવાબદાર ઠેરવી રહ્યા છે કારણકે તે ફિલ્ડીંગની સાથે સાથે બોલિગમાં પણ સુસ્ત હતો. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India New Zealand Pride ind vs nz shardul thakur અભિમાન ક્રિકેટ ન્યૂઝીલેન્ડ ભારત શાર્દુલ ઠાકુર Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ