બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 AM, 5 October 2024
નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટાની પજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર બનેલો છે.
ADVERTISEMENT
જેના કારણે ભક્તો માતાને ચંદ્રઘંટા કહે છે. એવું માનવામાં આવે છે કે માતાજી પોતાના ભક્તોના દુખોને દૂર કરવા માટે હાથોમાં ત્રિશૂળ, તલવાર અને ગદા રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા ચંદ્રઘંટાને રાક્ષસોના વધ કરનાર માનવામાં આવે છે.
ADVERTISEMENT
માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ
નવરાત્રીના ત્રીજા દિવસે વિધિ-વિધાનથી માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવશે. માતાજીની આરાધના 'ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ'ના જાપથી કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને સિંદૂર, અક્ષત, ગંધ, ધૂપ, પુષ્પ અર્પિત કરો. તમે માતાજીને દૂધ બનાવેલી મિઠાઈનો ભોગ પણ લગાવી શકો છો. નવરાત્રીના દરેક દિવસે નિયમથી દુર્ગા ચાલીસા અને દુર્ગા આરતી કરો.
માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ
માતા ચંદ્રઘંટાની કૃપાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિની સાથે સુખી દાંપત્ય જીવનની પણ પ્રાપ્તિ થાય છે. વિવાહમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
માતા ચંદ્રઘંટાનો પ્રિય રંગ
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે લાઈટ પીળા રંગના વસ્ત્રો પહેરો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માતા ચંદ્રઘંટાનું પ્રિય પુષ્પ
માન્યતા છે કે માતા ચંદ્રઘંટાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા અર્પિત કરવાથી ભક્તોની મનોકામનાઓ પુરૂ થાય છે.
માતા ચંદ્રઘંટાનો પ્રિય ભોગ
માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અને દૂધથી બનેલી મિઠાઈનો પણ ભોગ અર્પિત કરવો જોઈએ. તેના ઉપરાંત પંચામૃત, ખાંડ અને મિશ્રી માતાજીને અર્પિત કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.