બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:44 AM, 23 September 2024
આ વખતે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. શારદીય નવરાત્રીનો પ્રારંભ પિતૃપક્ષના સમાપનના બાદ જ શરૂ થાય છે. સર્વ પિતૃ અમાસ પુરી થયા બાદ બીજા દિવસથી શારદીય નવરાત્રી કળશ સ્થાપના સાથે શરૂ થાય છે. અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિએ શારદીય નવરાત્રીનો પહેલો દિવસ હોય છે.
ADVERTISEMENT
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ કળશ સ્થાપના કરવામાં આવે છે. માતા દુર્ગાનું આહ્વાહન કરવામાં આવે છે. પછી વ્રત અને પૂજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રી વખતે વિધિ વિધાનથી માતા દુર્ગાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે.
ADVERTISEMENT
આઠમ અને નોમ ક્યારે?
આ વખતે ચતુર્થી તિથિની વૃદ્ધિ તથા નવમી તિથિનો ક્ષય થવા પર પણ આખો પક્ષ 15 અને નવરાત્રે નવ દિવસની હશે. ભક્તો નવ દિવસ પાઠ કરશે. પરંતુ 10 ઓક્ટોબરે પડતર દિવસ છે. 11 ઓક્ટોબરે મહાઅષ્ટમી અને નવમીની પૂજા થશે.
શાસ્ત્રો અનુસાર સપ્તમી અને અષ્ટમી મળેલી રહેવા પર મહાઅષ્ટમીનું વ્રત નિષેધ માનવામાં આવશે. 10એ સપ્તમી અને અષ્ટમી બન્ને છે. માટે શ્રદ્ધાળુ અષ્ટમીની પૂજા ન કરી ફક્ત મહાગૌરીની પૂજા કરશે.
નવરાત્રીનું સંપૂર્ણ કેલેન્ડર
વધુ વાંચો: એરટેલના લાખો યુઝર્સને જલસા! કંપની લોન્ચ કર્યો 26 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન
નવમી હવન, વિજયાદશમી- 12 ઓક્ટોબર 2024, શનિવાર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.