બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shardiya navratri 2022 day 6 maa katyayani puja know date puja vidhi mantra

શક્તિ ઉપાસના / નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો માં કાત્યાયનીની અર્ચના, વિધિપૂર્વક પૂજા કરવાથી દરેક મનોકામના થશે પૂર્ણ

Premal

Last Updated: 07:42 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના છઠ્ઠા દિવસે માં દુર્ગાના સિદ્ધ સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજાનુ વિધાન છે. આ દિવસે માતાના પ્રિય રંગ મનપસંદ પ્રસાદ અને મંત્રોને જાણવા ખૂબ જરૂરી છે.

  • નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો માં કાત્યાયનીની પૂજા
  • વિધિપૂર્વક પૂજા કરવાથી થાય છે વિશેષ લાભ પ્રાપ્ત
  • જાણો માં કાત્યાયનીનુ સ્વરૂપ, પૂજા વિધિ અને મંત્ર 

નોરતાના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની થાય છે પૂજા

1 ઓક્ટોબરે એટલેકે નોરતાના છઠ્ઠા દિવસે માં દુર્ગાના સિદ્ધ સ્વરૂપ માં કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી માનવામાં આવ્યાં છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેમને છઠ મૈયાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. માતા કાત્યાયનીનુ સ્વરૂપ સૌથી વધુ સુંદર છે અને માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક કરવામાં આવેલી પૂજાનો વિશેષ લાભ ભક્તોને પ્રાપ્ત થાય છે. આ સાથે તેમને ભવિષ્યમાં આવતી પરેશાનીઓ પર પણ વિજય પ્રાપ્ત થાય છે. આવો જાણીએ માં કાત્યાયનીનુ સ્વરૂપ, પૂજા વિધિ અને મંત્ર. 

માં કાત્યાયનીનુ સ્વરૂપ 

શાસ્ત્રો મુજબ માતાનુ સ્વરૂપ સોના જેવુ ચમકીલુ છે અને તેની ચાર ભુજાઓ છે. દરેક ભુજામાં માતાએ તલવાર, કમળ, અભય મુદ્રા અને વર મુદ્રા ધારણ કરી છે. માતા કાત્યાયનીને લાલ રંગ સૌથી વધુ પસંદ છે. દંતકથાઓ મુજબ મહર્ષિ કાત્યાયનની તપસ્યા બાદ માતા કાત્યાયનીએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો હતો. માં દુર્ગા તેમના રૂપમાં મહિષાસુરનો વધ કરીને તેના આતંકથી દેવ અને મનુષ્યોને ભયમુક્ત કર્યા હતા. 

માં કાત્યાયનીની પૂજા વિધિ 

નવરાત્રીના છઠ્ઠા દિવસે સૌથી પહેલા સ્નાન-ધ્યાન કર્યા બાદ કળશ પૂજા કરો અને ત્યારબાદ માં દુર્ગા તરફ માતા કાત્યાયનીની પૂજા કરો. પૂજા પ્રારંભ કરતા પહેલા માંનુ સ્મરણ કરો અને હાથમાં ફૂલ લઇને સંકલ્પ આવશ્ય કરી લો. ત્યારબાદ તે ફૂલ માંને અર્પણ કરો. પછી કુમકુમ, અક્ષત, ફૂલ વગેરે અને સોળ શ્રૃંગાર માતાને અર્પણ કરો. ત્યારબાદ તેમનો પ્રિય પ્રસાદ મધને અર્પણ કરો અને મિઠાઈ વગેરેનો પ્રસાદ ધરાવો પછી જળ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવીને માતાની આરતી કરો. આરતી પહેલા દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનુ ના ભૂલશો.  

આ મંત્રનો જાપ કરો 

યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: || 
ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવર વાહના |
કાત્યાયની શુભંદદ્યા દેવી દાવનઘાતિની || 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ma Katyayani NAVRATRI PUJA Navratri Culture goddess durga navratri 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ