બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 15 October 2024
હિંદુ ધર્મમાં શરદ પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે. દર વર્ષે આસો મહિનાની પૂનમના દિવસે શરદ પૂનમનું વ્રત કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે શરદ પૂનમના દિવસે સાચા મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો ભક્તોને તેનું ફળ ચોક્કસ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ સિવાય ધનની દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજા કરવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મી માતા પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાં ધન-ધાન્યની કમી ક્યારેય નથી આવતી. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
શરદ પૂનમના દિવસે દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવાથી ભક્તોને ખાસ લાભ થાય છે. પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એમ કરવાથી નુકસાન પણ થાય છે.
ADVERTISEMENT
શરદ પૂનમની તિથિ અને મુહુર્ત
પંચાંગ અનુસાર, આ વર્ષે આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. એવામાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. શરદ પૂનમના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ખીર ચંદ્રના પ્રકાશમાં રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાના ચંદ્રમા 16 કલાઓથી સજ્જ થઈને સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે. પૂજા પછી ખીરને ખુલ્લા આકાશ નીચે રાખી શકાય છે.
શરદ પૂનમનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂનમનો તહેવાર શારદીય નવરાત્રી ખતમ થયા પછી આવે છે. આ દિવસને હિન્દુ કેલેન્ડરમાં સૌથી ફળદાયી અને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ ચોક્કસપણે મળે છે. આ દિવસે, ચંદ્ર તેની 16 કલાઓમાં હાજર રહે છે અને તેના કિરણોથી અમૃત વરસે છે.
શરદ પૂનમના દિવસે ન કરો આ વસ્તુઓનું દાન
શરદ પૂનમના દિવસને દાનની દૃષ્ટિએ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું આ દિવસે દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં મીઠાને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. એટલે આ દિવસે મીઠું દાન કરવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે દહીંનું દાન પણ કરવામાં આવતું નથી. કહેવાય છે કે આ દિવસે દહીંનું દાન કરવું શુભ નથી. તેનાથી જીવનમાં કડવાશ અને ખટાશ વધે છે.
આ પણ વાંચો: ગ્રહણ યોગ ભંગ! આ રાશિના જાતકોને ધી કેળાં, સૂર્યદેવ અપાવશે સુખ અને સમૃદ્ધિ
શરદ પૂર્ણિમા પર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ
શરદ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ દિવસ હોય છે અને આ દિવસે દાન કરવાની મનાઈ નથી. આ દિવસે ખીર ખાવાનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે વ્યક્તિએ ખીરનું સેવન કરવું જોઈએ અને તેનું દાન પણ કરવું જોઈએ. આ સિવાય આ દિવસે ચોખા અને ગોળનું પણ દાન કરી શકાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.