બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sharad Pawar's NCP's Leader Arrested For Stopping Marathi Film's Screening

કાર્યવાહી / શરદ પવારને મોટો ફટકો, દિગ્ગજ નેતાની થઈ ધરપકડ, સિનેમા હોલમાં ઘુસીને મચાવ્યું હતું દંગલ

Hiralal

Last Updated: 04:57 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાણે પોલીસે શરદ પવારની પાર્ટી એનસીપીના દિગ્ગજ નેતા જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ કરી છે.

  • એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ
  • મરાઠી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા મોલમાં મચાવ્યું હતું દંગલ
  • દર્શકોને માર પણ  માર્યો હતો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની કથિત રીતે મરાઠી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા અને એક પત્રકારને માર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવ્હાદ તેમના સમર્થકો સાથે થાણેના એક મોલમાં ઘૂસી ગયો હતો અને મરાઠી ફિલ્મ - 'હર હર મહાદેવ'નું સ્ક્રીનિંગ બળજબરીથી બંધ કરાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ વિરોધ કરવા બદલ એક દર્શકને માર પણ માર્યો હતો. 

જિતેન્દ્ર આવ્હાડે મરાઠી ફિલ્મનો કેમ કર્યો હતો વિરોધ 
એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે એવો આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. જિતેન્દ્ર આવ્હાડે માત્ર ફિલ્મ જ રોકી ન હતી, પરંતુ પ્રેક્ષકોને થિયેટર છોડવાની ફરજ પાડી હતી. થાણે પોલીસે જણાવ્યું હતું કે, "એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને તેના 100 કાર્યકરો સામે થાણેના વર્તક નગર પોલીસ સ્ટેશનમાં ફિલ્મ 'હર હર મહાદેવ'ના શોને બળજબરીથી બંધ કરવા અને પ્રેક્ષકો પર હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 

ફિલ્મના ડાયરેક્ટર અભિજીત દેશપાંડેનું નિવેદન 
ફિલ્મના ડાયરેક્ટર અભિજીત દેશપાંડેએ કહ્યું કે, "અમે સેન્સર બોર્ડની સામે અમારું સ્ટેન્ડ રાખ્યું હતું. સેન્સર બોર્ડે અમને કેટલાક સવાલો પૂછ્યા હતા, જેનો જવાબ અમે સંબંધિત ઇતિહાસમાં લખેલા પેજને દેખાડીને આપ્યો હતો, જે પછી જ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું હતું. તેથી જ હું વધારે નહિ કહું. જે મુદ્દાઓનો વિરોધ થઈ રહ્યો છે તે તમામ મુદ્દાઓ અંગે અમે સેન્સર બોર્ડને સ્પષ્ટતા આપી છે અને અમે તમામ બાબતોનો જવાબ નહીં આપીએ, પરંતુ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. આ ફિલ્મ 1905 માં પ્રખ્યાત ઇતિહાસકાર કૃષ્ણજી અર્જુન કેલુસ્કર દ્વારા લખાયેલા એક પુસ્તક પર આધારિત છે. અભિજીત દેશપાંડેએ કહ્યું, "રાજ્યના તમામ લોકોએ મને કહેવું પડશે કે આ ફિલ્મ જુઓ, જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ જોઈ નહીં હોય. શનિવાર અને રવિવારે લોકોએ આ ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો છે. જો ખોટું હશે તો સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે. આ ફિલ્મમાં એક પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અમે છત્રપતિ સંભાજી રાજેને આ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાના છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Jitendra Awhad arrest jitendra awhad એનસીપી નેતા અવહાડ જિતેન્દ્ર અવ્હાડ શરદ પવાર Former Maharashtra Minister Jitendra Awhad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ